
પીએફ ખાતા ગ્રાહકોને સરકારે આપ્યો ઝટકો, વ્યાજદર ઘટાડ્યા
નોટબંદી પછી ખાતાગ્રાહકોને મોદી સરકારે મોટો ઝટકો આપ્યો છે. હવે પીએફ જમા કરવા પર વર્ષ 2016-17માં ખાતા ગ્રાહકોને 8.65 ટકા જ વ્યાજ મળશે. પીએફ ખાતા ગ્રાહકો માટે મોદી સરકારે નવી જાહેરાત કરી છે. હવે પીએફ જમા કરવા પર વર્ષ 2016-17 દરમિયાન ખાતા ગ્રાહકને 8.65 ટકા જ વ્યાજ મળશે. નોંધનીય છે કે પહેલા તે 8.8 ટકા હતું. પ્રાપ્ત માહિતી મુજબ પીએફ ખાતા ગ્રાહકો માટે વ્યાજ દર 8.65 ટકા નક્કી કરવામાં આવ્યું હતું. આ વ્યાજ દર નાણાકીય વર્ષ 2016-17 માટે હશે.
નોંધનીય છે કે નાણાંકીય વર્ષ 2015-16માં પીએફ વ્યાજ દર જ્યારે 8.7 ટકા કરવામાં આવ્યો હતો ત્યારે દેશભરમાં આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે પછી સરકારે પોતાનો નિર્ણય પાછો લેવો પડ્યો હતો.
પછી તેને 8.8 ટકા કરવામાં આવ્યો હતો. આ પહેલા કેન્દ્ર સરકારે નાની બચત યોજના પર વ્યાજ દર 0.1 ટકા ઘટાડ્યો છે. તે પછી પીપીએફ, કિસાન વિકાસ પત્ર, સુકન્યા ખાતા પર પણ મળતા વ્યાજને ઓછા કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે દેશભરમાં 4 કરોડ પીએફ ખાતાગ્રાહકો છે. ભારતીય મજૂર સંધના ઉપાધ્યક્ષ વિર્જેશ ઉપાધ્યાય અને ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસના ઉપાધ્યક્ષ અશોક સિંહે બેંગલુરુમાં થયેલી બેઠક પછી પીટીઆઇની સાથેની વાતચીતમાં આ મુજબ ફેરફાર થયા હોવાની જાણકારી આપી હતી. તેવું માનવામાં આવી રહ્યું છે કે જો ઇપીએફઓ મુજબ પીએફ વ્યાજ દર 8.8 ટકા રાખવામાં આવે છે તો ચાલુ વર્ષે સરકારે લગભગ 383 કરોડ રૂપિયાની ખોટ આવી શકે છે.