For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છેલ્લા 10 મહિનામાં દેશમાં 47 લાખ રોજગારની તકો ઉભી થયી: EPFO

એમ્પ્લોય પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઈપીએફઓ) ઘ્વારા પે-રોલ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેના અનુસાર છેલ્લા 10 મહિનામાં દેશમાં 47 લાખ રોજગારની તકો ઉભી થયી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

એમ્પ્લોય પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઈપીએફઓ) ઘ્વારા પે-રોલ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેના અનુસાર છેલ્લા 10 મહિનામાં દેશમાં 47 લાખ રોજગારની તકો ઉભી થયી છે. ઈપીએફઓ રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર 2017 થી લઈને જૂન 2018 સુધીમાં દેશમાં 47.13 લાખ રોજગારની તક પેદા થયી.

epfo

છેલ્લા 10 મહિનામાં દેશમાં 47 લાખ રોજગારની તકો મળી, તો ઈપીએફઓ ઘ્વારા નવા સભ્યોના નામાંકન અનુમાન 12.38 ટકા ઘટ્યું અને તે 39.20 લાખ રહ્યું. આ પે-રોલ આંકડા અનુસાર આ દરમિયાન 44.74 લાખ નવા સદસ્યો સામાજિક સુરક્ષા યોજનાઓથી જોડવામાં આવ્યા. જેથી તેમને પીએફ, વીમા અને પેંશન યોજનાઓ મળી શકે.

ઈપીએફઓ પે-રોલ આંકડા અનુસાર જૂન મહિનામાં સૌથી વધારે કર્મચારીઓ ઈપીએફઓ સાથે જોડાયા. જૂન મહિનામાં સૌથી વધારે 7,93,308 લોકો જોડાયા. ઈપીએફઓ આંકડા અનુસાર ઉમર કેટેગરીમાં દર મહિને જે આંકડા આપવામાં આવ્યા છે તે મહિના દરમિયાન તેના જોડનાર અને નીકળનાર આંકડા છે.

English summary
EPFO payroll data: Over 47 lakh jobs created in 10 months from September 2017-June 2018.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X