For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુશ્કેલીના સમયમાં સ્પાઇસજેટની વહારે આવ્યા ભૂતપૂર્વ પ્રમોટર અને 2 રોકાણકારો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 ડિસેમ્બર : ડૂબતા માણસને જેમ તણખલું દેખાય તેમ નાણાકીય કટોકટીમાં ફસાયેલી સ્પાઇસજેટને આશાનું કિરણ દેખાયું છે. એરલાઇનને ભૂતપૂર્વ પ્રમોટર અજય સિંહના સ્વરૂપે રોકાણકાર મળવાની શક્યતા છે. અજય સિંહ સ્પાઇસજેટને નાણાકીય સહાય આપવા મેનેજમેન્ટ સાથે વાટાઘાટ કરી રહ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

આ ડીલ અંગે હજી સુધી સ્પષ્ટ માહિતી મળી નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર અજય સિંહ એરલાઇનમાં ઇક્વિટી હિસ્સો ખરીદે તેવી શક્યતા છે. આ પહેલા તેમણે કાર્યકારી ખર્ચ માટે થોડી રોકડ આપી પણ દીધી છે. જેના કારણે ફ્લાઇટ્સ શરૂ થઇ શકી છે.

આ અંગે સૂત્રએ જણાવ્યું કે 'સિંહે કંપનીનાં વિવિધ પાસાંને ચકાસી તેમાં પુન: બેઠા થવાની સંભાવના હોવાનું તારણ મેળવ્યું છે.' સિંહ ગુરુવારે ગુડગાંવમાં સ્પાઇસજેટ મેનેજમેન્ટને તેમની ઓફિસમાં મળ્યા હતા.

picejet-boeing-1

ઉલ્લેખનીય છે કે સ્પાઇસજેટ પાસે બુધવારે ઓઇલ કંપનીઓનું બિલ ચૂકવવા નાણાં ન હતાં. જોકે એરલાઇને હવે નાણાં ચૂકવી દીધાં છે અને ગુરુવારે તમામ 230 ફ્લાઇટ્સ ચાલુ કરવાની જાહેરાત પણ કરી હતી. અજય સિંહે આ મુદ્દે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

કલાનિધિ મારને 2010માં સ્પાઇસજેટને હસ્તગત કરી હતી. ત્યાર પછી સિંહે એરલાઇનમાંથી રોકાણ હળવું કર્યું હતું. અજય સિંહ બુધવારે એવિએશન સેક્રેટરી વી સોમાસુંદરન સહિત નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓને પણ મળ્યા હતા. તેમણે એરલાઇનને ચાલુ રાખવાની મંજૂરી આપવાની વિનંતી કરી હોવાનું મનાય છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સિંહે તેમને જણાવ્યું હતું કે એરલાઇનને ચાલુ રાખવાની મંજૂરી મળશે તો તેની પાસે લાંબો સમય ચાલી શકે એટલી રોકડ ઉપલબ્ધ બનશે. સરકારી સૂત્રએ કહ્યું હતું કે તેમણે અમને જણાવ્યું હતું કે, તેમને ઝડપથી રોકાણકાર મળશે. કારણ કે ક્રૂડના ઘટતા ભાવને કારણે એરલાઇન કંપનીમાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે.

ઉલ્લેખનીય છે કે સિંહે 2005માં લંડનના બિનનિવાસી ભારતીય ભૂપેન્દ્ર કણસાગરા સાથે મળીને સ્પાઇસજેટ શરૂ કરી હતી. વર્ષ 2010માં કલાનિધિ મારને એરલાઇન ખરીદી પછી તેમણે રોકાણ હળવું કર્યું હતું. તેમણે કંપની છોડી ત્યારે સ્પાઇસજેટ પાસે રૂપિયા 800 કરોડની રોકડ અનામત હતી.

English summary
Ex promoter 2 investors may helping hand to SpiceJet in trouble time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X