For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે Jio ના બંને ફોનમા ચાલશે WhatsApp, નવા વર્ઝનમાં મળશે આ બધા ફિચર્સ

લાંબી રાહ જોયા પછી હવે છેવટે જિયો ફોન યુઝર્સ પોતાના મોબાઈલમાં લોકપ્રિય મેસેજિંગ એપ વ્હોટ્સ એપ ચલાવી શકશે.

|
Google Oneindia Gujarati News

લાંબી રાહ જોયા પછી હવે છેવટે જિયો ફોન યુઝર્સ પોતાના મોબાઈલમાં લોકપ્રિય મેસેજિંગ એપ વ્હોટ્સ એપ ચલાવી શકશે. ફેસબુકે ખાસ જિયો યુઝર્સ માટે વ્હોટ્સ એપનું નવુ વર્ઝન તૈયાર કર્યુ છે જે 4G જિયો ફોનમાં ચાલશે. વ્હોટ્સ એપ જિયોના KaiOs ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. હજુ સુધી જિયો ફોન યુઝર્સ મોબાઈલમાં વ્હોટ્સ એપનો ઉપયોગ નહોતા કરી શકતા પરંતુ હવે તે વ્હોટ્સ એપને જિયો ફોનમાં ડાઉનલોડ કરી શકે છે. જિયો ફોનના એપ સ્ટોરમાં વ્હોટ્સ એપનું આ નવુ વર્ઝન રિલીઝ કરી દેવામાં આવ્યુ છે.

જિયો ફોન યુઝર્સને મળશે આ ફિચર્સ

જિયો ફોન યુઝર્સને મળશે આ ફિચર્સ

જિયો ફોન યુઝર્સ માટે ખુશખબરી છે. હવે જિયો ફોનનો ઉપયોગ કરનારા યુઝર્સ પોતાના ફોનમાં વ્હોટ્સ એપ ચલાવી શકશે. ફેસબુકે જિયો યુઝર્સ માટે વ્હોટ્સ એપનું નવુ વર્ઝન બનાવ્યુ છે જેમાં યુઝર્સને બધા પ્રકારના ફિચર્સ મળશે. આ નવુ વર્ઝન જિયોના KaiOs ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. વ્હોટ્સ એપમાં તરત જ મેસેજ મોકલી શકાશે અને તે એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટિડ પણ હશે. તેના દ્વારા જિયો ફોન યુઝર્સ વોઈસ નોટ્સ, વીડિયો, ફોટો મોકલી શકશે અને ગ્રુપ પણ બનાવી શકશે.

આ પણ વાંચોઃ દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ Statue Of Unity તૈયાર છે, જુઓ બીજા 6 ઉંચા સ્ટેચ્યુઆ પણ વાંચોઃ દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ Statue Of Unity તૈયાર છે, જુઓ બીજા 6 ઉંચા સ્ટેચ્યુ

જિયો ફોન અને જિયો ફોન 2 માં કરેશે કામ

જિયો ફોન અને જિયો ફોન 2 માં કરેશે કામ

જિયો ફોનના એપ સ્ટોર પર વ્હોટ્સ એપનું નવુ વર્ઝન સોમવારે 10 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. બધા જિયો ફોન પર તે વર્ઝન 20 સપ્ટેમ્બર સુધી જારી કરી શકાશે. જિયોના માર્કેટમાં અત્યારે બે ફોન છે, Jio Phone અને Jio Phone2. વ્હોટ્સ એપના વાઈસ પ્રેસિડેન્ટ ક્રિસ ડેનિયલ્સે કહ્યુ, ‘KaiOS માટે નવુ એપ ડિઝાઈન કરી જિયો ફોન યુઝર્સને સર્વોત્તમ સંદેશ અનુભવ પ્રદાન કરીને લોકો અને દુનિયાભરમાં કોઈ સાથે સંવાદ કરવાની ક્ષમતાનો વિસ્તાર કરવાની આશા રાખીએ છીએ.'

ફેક ન્યૂઝ સામે લડવામાં અસફળ વ્હોટ્સએપ ?

ફેક ન્યૂઝ સામે લડવામાં અસફળ વ્હોટ્સએપ ?

દુનિયાનું સૌથી પોપ્યુલર ઈન્સટન્ટ મેસેજિંગ એપ છે. આનુ સૌથી મોટુ માર્કેટ ભારત છે જ્યાં તેના 2 અબજ સક્રિય યુઝર્સ છે. હાલમાં જ વ્હોટ્સએપ ભારતમા એક ફેક ન્યૂઝ ફેલવવા બદલ ચર્ચામાં હતુ. સરકારના આકરા વલણ બાદ વ્હોટ્સ એપે કેટલાક નવા ફિચર એડ કર્યા હતા જેના કારણે ફેક ન્યૂઝ વિશે જાણી શકાતુ હતુ. વ્હોટ્સ એપે ફોરવર્ડ કરીને ફોરવર્ડ કરીને એક ફિચર જારી કર્યુ હતુ જેનાથી જાણી શકાય કે મેસેજ સામે વાળાએ પોતે મોકલ્યો છે કે ક્યાંકથી ફોરવર્ડ કરવામાં આવ્યો છે. વ્હોટ્સ એપએ ફેક ન્યૂઝ સામે લડવા માટે જાહેરાત કરીને 10 સ્ટેપ્સ પણ બતાવ્યા હતા.

આ પણ વાંચોઃ સવર્ણોને 15 ટકા અનામત આપવુ જોઈએઃ રામવિલાસ પાસવાનઆ પણ વાંચોઃ સવર્ણોને 15 ટકા અનામત આપવુ જોઈએઃ રામવિલાસ પાસવાન

English summary
Facebook Rolls Out New Version Of WhatsApp For Reliance Owned Jio Phone Users.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X