For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશની FDI નીતિમાં ફેરફાર શક્ય નથી : કોંગ્રેસ

|
Google Oneindia Gujarati News

fdi
નવી દિલ્હી, 24 જુલાઇ : આજે કોંગ્રેસે રિટેલ ક્ષેત્રમાં એફડીઆઈ નીતિમાં ફેરફાર કરવાની અટકાળોને રદિયો આપતા જણાવ્યું છે કે વોલમાર્ટ પાછું જતું હોય તો જાય, પંરતુ એફડીઆઇ નીતિમાં ફેરફાર કરવો શક્ય નથી.

કોંગ્રેસ પ્રવક્તા રાજ બબ્બરે જણાવ્યું કે જો વોલમાર્ટ જશે તો બીજી કંપની આવશે. આ વાતને લઈને અમે એફડીઆઈ પોલિસીમાં કોઈ જ ફેરફાર નથી કરવાના. વધુમાં તેમણે જણાવ્યું કે સરકારે આ નીતિ કોઈ એક બિઝનેસ ગૃહને ધ્યાનમાં રાખીને તૈયાર નથી કરી.

નોંધનીય છે કે વોલમાર્ટે મલ્ટી બ્રાન્ડ રિટેલ ક્ષેત્રમાં સામાન ખરીદવાના નિયમોને પૂર્ણ કરવામાં પોતાની અસમર્થતા દર્શાવી છે. રિટેલ ક્ષેત્રે વિદેશી રોકાણની નીતિ પ્રમાણે મલ્ટી બ્રાન્ડ રિટેલ ક્ષેત્રમાં રોકાણ કરનારી કંપનીઓએ નાના ઉદ્યોગો પાસેથી 30 ટકા સામાન ખરીદવાનો રહેશે.

વોલમાર્ટની દલીલ છે કે તે માત્ર 20 ટકા સામાન જ ખરીદી શકવા સક્ષમ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપનીના પ્રતિનિધિએ સરકારી અધિકારીઓ સાથે આ મહિનાના બીજા અઠવાડિયે વાત કરી અને કંપનીના વલણ અંગે માહિતગાર કર્યા.

English summary
FDI policy will not change : Congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X