For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઈટીઆર ભરનારાઓની સંખ્યા વધી, 71 ટકાનો વધારો

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ શનિવારે હતી. લોકોએ મોટી સંખ્યામાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ શનિવારે હતી. લોકોએ મોટી સંખ્યામાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું છે. આઇટી ડિપાર્ટમેન્ટે શનિવારે એક આંકડો રજૂ કર્યો છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, 31 ઓગસ્ટ, 2018 સુધી ટેક્સ રિટર્ન ફાઇલિંગની સંખ્યામાં 71 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. 31 ઓગસ્ટ, 2017 સુધીમાં 3.17 કરોડની સરખામણીમાં 31 ઓગસ્ટ, 2018 સુધીમાં આઇટીઆર ફાઈલની કુલ સંખ્યા 5.42 કરોડ સુધી પહોંચી છે.

income tax

ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની સંખ્યામાં સૌથી વધુ વધારો પગારદાર કર્મચારીઓની શ્રેણીમાં છે. 31 ઓગસ્ટ સુધીમાં લગભગ 54 ટકા (3.37 કરોડ) વધુ પગારદાર કરદાતાઓએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યું. ગયા વર્ષે ઓગસ્ટમાં આ આંકડો 2.19 કરોડ હતો. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર નોટબંધી, કરદાતાઓને આપવામાં આવેલી વધુ સારી માહિતી અને દંડમાં કરવામાં આવેલો વધારાને કારણે ઇન્કમ ટેક્સ રિટર્નની સંખ્યામાં વધારો થયો છે.

જો તમે નિર્ધારિત સમય પર તમારું રિટર્ન ભરી શક્યા નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. છેલ્લી તારીખ પછી પણ તમે આવકવેરા અધિનિયમની કલમ 139 (4) હેઠળ આઇટી રીટર્ન ફાઈલ કરી શકો છો. તમારી પાસે આ માટે પૂરતો સમય છે. પરંતુ દંડ ભરવો પડશે. દંડ માટે કઈ કઈ જોગવાઈઓ છે તે પણ નીચે જાણી લઈએ.

જો તમે નિર્ધારિત સમયમાં ઇન્કમ ટેક્સ રીટર્ન ભરી શક્યા નથી, તો તમારે દંડ ચૂકવવો પડશે. પરંતુ આ માટે પણ અલગ અલગ રકમ નિર્ધારિત કરવામાં આવી છે. જો તમે 31 મી ડિસેમ્બર પહેલાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરો છો, તો તમારે 5,000 હજાર રૂપિયા નો દંડ ચૂકવવા પડશે. અને જો તમે 31 ડિસેમ્બર પછી રિટર્ન ફાઇલ કરો છો, તો દંડની રકમ બમણી થશે એટલે કે 10,000 રૂપિયા થશે.

અહીં એવા લોકો માટે થોડી રાહત છે કે જેઓની વાર્ષિક ઇનકમ 5 લાખથી વધુ નથી. જો આવા લોકો રિટર્ન ફાઇલ કરે તો, તેમના વિલંબનો ચાર્જ માત્ર 1000 રૂપિયા નિર્ધારિત કર્યો છે. જો તમારી આવક ઇન્કમ ટેક્સની મર્યાદાથી ઓછી હોય તો તમારે કોઇ દંડ ચુકવવાની જરૂર નથી અને કોઇ પણ ટેક્સ ચૂકવવાની જરૂર નથી.

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં વિલંબ તમને નુકસાન પહોંચાડી શકે છે. પ્રથમ તમે તમારું નુકશાન આગળ લઈ જઈ શકતા નથી. બીજું ઇન્કમ ટેક્સ રીટર્ન પર તમારે દર મહિને 1 ટકા વ્યાજ ચૂકવવું પડશે. ત્રીજું રૂ. 5000 થી રૂ. 10,000 નો દંડ ચૂકવવા પડશે અને ચોથું ઇન્કમ ટેક્સમાં મળતી છૂટથી તમે વંચિત રહી શકો છો.

English summary
Filing of Income Tax Returns registers an upsurge of 71% up to 31st August, 2018
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X