મોદી સરકારે પહેલી વાર માન્યુ આર્થિક વૃદ્ધિમાં થયો ઘટાડો પરંતુ દેશમાં રિસેશન જેવી સ્થિતિ નથી
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે રાજ્યસભામાં કહ્યુ કે જો અર્થવ્યવસ્થાની સમજ રાખતા હોય તો જોઈ શકો છો કે આર્થિક વૃદ્ધિમાં ઘટાડો થયો છે પરંતુ આનાથી દેશમાં મંદી જેવી સ્થિતિ નથી. નાણામંત્રીએ યુપીએ સરકારના જીડીપી વૃદ્ધિ દરની સરખામણી કરીને કહ્યુ કે વર્ષ 2009-2014ના અંતમાં ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 6.4% હતો જ્યારે 2014-2019 વચ્ચે તે 7.5% રહ્યો.
રાજ્યસભામાં વિપક્ષના આરોપો પર પલટવાર કરીને નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે તમે દેશની સ્થિતિને સમજદારીથી જોઈ રહ્યા હોય તો જોઈ શકો છો કે મંદી નથી. વિકાસમાં ઘટાડો જરૂર થયો છે પરંતુ આને મંદી ન કહી શકાય. તમને જણાવી દઈએ કે નિર્મલા સીતારમણે વિપક્ષના જીડીપી વૃદ્ધિમાં ઘટાડા અને બેરોજગારી વધવાના આરોપોનો આજે રાજ્યસભામાં જવાબ આપ્યો.
અર્થ વ્યવસ્થામાં રોકડની ઉણપ હોવાના આરોપોને ફગાવતા નાણા મંત્રીએ કહ્યુ કે લોન મેળામાં બેંકોએ 2.5 લાખ કરોડ રૂપિયાની લોન આપી છે. આ ઉપરાતં બેંકોને 70 હજાર કરોડ રૂપિયાની મૂડી આપવામાં આવી છે જેથી અર્થ વ્યવસ્થામાં રોકડ વધી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણના જણાવ્યા મુજબ જીડીપી ગ્રોથમાં ઘટાડાના કારણે બેંકોમાં બમણી બેલેન્સ શીટની સમસ્યા છે જેના કારણે બે નાણાકીય વર્ષોમાં ગતિ ઘટી છે. આ તરફ કોંગ્રેસ નાણા મંત્રીના નિવેદનથી અસંતુષ્ટ જોવા મળી અને સીતારમણના જવાબ બાદ સંસદમાંથી વૉકઆઉટ કરી દીધુ.
આ પણ વાંચોઃ શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરેનો શપથગ્રહણ, સુરક્ષા પર HCએ વ્યક્ત કરી ચિંતા