• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Union Budget 2020: સેલ્સ ગર્લથી નાણામંત્રી બનવા સુધી નિર્મલા સીતારમણની સફર

|

નાણાંકીય વર્ષ 2020-21નુ સામાન્ય બજેટ આજે સવારે 11 વાગે રજૂ થવાનુ છે. નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણબીજુ સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આર્થિક સુસ્તી વચ્ચે આ બજેટ અર્થવ્યવસ્થા માટે ઘણુ મહત્વનુ માનવામાં આવી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે દેશના પહેલા પૂર્ણકાલિન મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણ અપેક્ષાકૃત પોતાના રાજકીય કાર્યકાળમાં એવી મંઝિલો મેળવી છે જ્યાં પહોંચવુ દરેક માટે સંભવ નથી. બહુ થોડા સમયમાં ભારત જેવા દેશ માટે રક્ષા (શક્તિ) અને નાણા (ઐશ્વર્ય)ના મેનેજમેન્ટની જવાબદારી મળવી કોઈ પણ વ્યક્તિ માટે બહુ મોટી વાત છે.

જન્મ તમિલનાડુમાં, શિક્ષણ દિલ્લીમાં

જન્મ તમિલનાડુમાં, શિક્ષણ દિલ્લીમાં

નિર્મલા સીતારમણનોજન્મ 18 ઓગસ્ટ 1959ના રોજ તમિલનાડુના મદૂરાઈમાં નારાયણ સીતારમણના ઘરે થયો હતો. તેમણે સીતાલક્ષ્મી રામાસ્વામી કોલેજમાંથી બીએ કર્યુ અને વર્ષ 1980માં તેમણે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી એમએની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે ગેટ ફ્રેમવર્ક હેઠળ ઈન્ડો-યુરોપિયન ટેક્સટાઈલ ટ્રેલ વિષય પર પીએચડી કરી. ત્યારબાદ તેમણે પ્રાઈસવૉટરહાઉસ કૂપર્સમાંસીનિયર મેનેજર તરીકે કામ કર્યુ. ત્યારબાદ તેમણે બીબીસી વર્લ્ડ સર્વિસ જોઈન કરી લીધી. એટલુ જ નહિ તે નેશનલ કમિશન ફૉર વુમનના સભ્ય પણ રહી ચૂક્યા છે.

સીતારમણે સેલ્સગર્લ તરીકે કામ કર્યુ...

સીતારમણે સેલ્સગર્લ તરીકે કામ કર્યુ...

જવાહરલાલ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન જ નિર્મલાના પોતાના પતિ પરાકાલા પ્રભાકર કે જે આંધ્રપ્રદેશના રહેવાસી છે તેમની સાથે મુલાકાત થઈ અને પછી બંનેની મુલાકાત દોસ્તીના રસ્તે લગ્નમાં પરિણમી. પ્રભાકર જ્યારે લંડન સ્કૂલ ઑફ ઈકોનૉમિક્સમાં પીએચડી કરી રહ્યા હતા તે દરમિયાન સીતારમણે સેલ્સગર્લ તરીકે કામ કર્યુ. પતિ પરાકાલા પ્રભાકરનો પરિવાર કોંગ્રેસ સમર્થક છે જ્યારે નિર્મલા સીતારમણનો ઝૂકાવ ભાજપ તરફ હતો. તેમના સાસુ આંધ્રપ્રદેશથી કોંગ્રેસના ધારાસભ્ય હતા જ્યારે તેમના સસરા 1970માં આંધ્રપ્રદેશના મંત્રી હતા. લગ્ન બાદ નિર્મલા સીતારમણ અને તેમના પતિ પરાકાલા પ્રભાકર કામના અનુસંધાનમાં લંડન જતા રહ્યા હતા પરંતુ પુત્રીના જન્મ સમયે તે ભારત પાછા આવ્યા અને હૈદરાબાદમાં વસી ગયા. તમને જણાવી દઈએ કે નિર્મલા અને પરાકાલાને લગ્નથી એક દીકરી છે.

વર્ષ 2010માં નિર્મલા સીતરમણને ભાજપના પ્રવકતા ચૂંટવામાં આવ્યા...

વર્ષ 2010માં નિર્મલા સીતરમણને ભાજપના પ્રવકતા ચૂંટવામાં આવ્યા...

તેમણે વર્ષ 2006માં ભાજપ જોઈન કર્યુ હતુ પરંતુ વર્ષ 2014માં તે નરેન્દ્ર મોદીના મંત્રાલયનો હિસ્સો બન્યા. આપહેલા તે ભાજપના 6 પ્રવકતાઓમાંથી એક હતા. નિર્મલા સીતરમણના પતિ ડૉક્ટર પરાકાલા પ્રભાકર પણ વર્ષ 2000માં ભાજપના આંધ્રપ્રદેશ એકમના પ્રવકતા હતા. વર્ષ 2010માં નિર્મલા સીતારમણને ભાજપના પ્રવકતા ચૂંટવામાં આવ્યા. ત્યારબાદથી ભાજપના પ્રવકતાઓ તરીકે નિર્મલા સીતરમણ ઘણીવાર ટીવી ચેનલો પર દેખાવા લાગ્યા અને તે દિલ્લીથી વધુ ગુજરાતમાં જાણીતા બની ગયા.

વર્ષ 2017માં બન્યા સંરક્ષણ મંત્રી

વર્ષ 2017માં બન્યા સંરક્ષણ મંત્રી

વર્ષ 2014માં થયેલી લોકસભા ચૂંટણી દરમિયાન પ્રવકતાઓ તરીકે નિર્મલા ઘણી મહત્વની ભૂમિકામાં રહ્યા. ત્યારબાદ ચૂંટણી પહેલાથી જ એ માનવામાં આવવા લાગ્યુ હતુ કે જો એનડીએની સરકાર બનશે તો નિર્મલા મોદી કેબિનેટનો હિસ્સો જરૂર બનશે અને થયુ પણ એવુ જ. આ ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત મેળવી. 26 મે 2016ના રોજ નિર્મલા સીતારમણે વાણિજ્ય અને ઉદ્યોહ મંત્રાલય માટે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા ઉપરાંત તે નાણા અને કૉર્પોરેટ અફેર્સના રાજ્ય મંત્રી પણ રહ્યા. ત્યારબાદ તેમણે આંધ્રપ્રદેશના રાજ્યસભા પેટાચૂંટણીમાં ઉતર્યા અને તેમાં વિજય મેળવ્યો. સપ્ટેમ્બર 2017માં નરેન્દ્ર મોદીની સરકારમાં તેમને સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા અને ત્યારંથી તે આ પદ સરસ રીતે સંભાળી રહ્યા છે.

ભારતીય શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે

નિર્મલા સીતારમણે ખૂબ જ ડાઉન ટુ અર્થ રહેનાર વ્યક્તિ છે. નિર્મલા સીતારમણને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ છે અને તેમને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં પણ ઘણો રસ છે. પરિવારનુ મહત્વ સમજનાર નિર્મલા સીતરમણ પોતાના બિઝી શિડ્યુલમાંથી ફેમિલી માટે સમય કાઢી જ લે છે, તેમની ઓળખ એક ટેકનિકલ પ્રેમી તરીકેની છે.

આ પણ વાંચોઃ Budget 2020 Live: નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે દેશનું બજેટ

English summary
Finance Minister Nirmala Sitharaman will announce Union Budget 2020 here is some Interesting Facts about her and famiy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more