For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાણામંત્રીનુ એલાનઃ કંપનીઓ નોકરી આપે અને પીએફની મદદ લે

આનાથી કર્મચારી અને રોજગાર આપનાર બંનેને પ્રોત્સાહન મળે તેવી સરકારની યોજના વિશે જાણો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના સંકટમાં અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે મોદી સરકારે વધુ એક રાહત પેકેજ આપવાનુ એલાન કર્યુ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રોજગારની તકો વધારવા માટે આત્મનિર્ભર ભારત યોજનાની ઘોષણા કરી. દેશમાં રોજગારને પ્રોત્સાહન આપવા માટે સરકારે આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાનુ એલાન કર્યુ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ યોજનાની ઘોષણા કરીને કહ્યુ કે આનાથી કર્મચારી અને રોજગાર આપનાર બંનેને પ્રોત્સાહન મળશે. આ સ્કીમને 1 ઓક્ટોબર 2020થી લાગુ માનવામાં આવશે અને આ યોજના 30 જૂન 2021 સુધી રહેશે.

nirmala sitharaman

જાણો આ યોજના હેઠળ કોને મળશે લાભ

  • પહેલેથી ઈપીએફઓમાં જે રજિસ્ટર નહોતા અને જેમની સેલેરી 15 હજારથી ઓછી હતી.
  • 1 માર્ચથી 30 સપ્ટેમ્બર વચ્ચે જેમની નોકરી જતી રહી.
  • 1 ઓક્ટોબર બાદ જેમને ફરીથી રોજગાર મળી ગયો અને જેમનુ ઈપીએફઓમાં રજિસ્ટ્રેશન થયુ હોય તેમને આનો લાભ મળશે.

આમનો મળશે ફાયદો

નવા કર્મચારી ઈપીએફઓ રજિસ્ટર્ડ સંસ્થામાં કામ કરવાનુ શરૂ કરે તો તેને 15,000 રૂપિયાથી ઓછી સેલેરી મળતી હોય તો તેને આ સ્કીમનો ફાયદો મળશે. 1 માર્ચ 2020થી લઈને 30 સપ્ટેમ્બર 2020 વચ્ચે જેમની નોકરી જતી રહી હતી અને એક ઓક્ટોબર બાદ તેમને ફરીથી રોજગાર મળી ગયો તો પણ તેમને સરકારની આ યોજનાનો લાભ મળશે. આવા કર્મચારીની સેલેરી પણ 15,000 રૂપિયા પ્રતિ માસથી ઓછી હોવી જોઈએ. કેન્દ્ર સરકાર આવતા બે વર્ષ સુધી સબસિડી આપશે. જે સંસ્થામાં 1000 સુધી કર્મચારી છે તેમાં 12 ટકા કર્મચારી અને 12 ટકા એમ્પ્લોયર ભાગ આપશે. 1000થી વધુ કર્મચારીઓવાળી સંસ્થામાં કેન્દ્ર કર્મચારીનો 12 ટકા ભાગ આપશે. 65 ટકા સંસ્થાઓ આમાં કવર થઈ જશે.

ગુજરાતઃ સરકાર કર્મચારીઓને આપશે 10,000 રૂપિયા દિવાળી એડવાન્સગુજરાતઃ સરકાર કર્મચારીઓને આપશે 10,000 રૂપિયા દિવાળી એડવાન્સ

English summary
Finance Minister's announcement: Companies give jobs and take help of PF
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X