For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7 નબળી બેંકોને 28,600 કરોડ રૂપિયા આપશે સરકાર

આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી દેશની કેટલીક મુખ્ય બેંકોને ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર તરફથી રાહત આપવા માટેનું એલાન કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી દેશની કેટલીક મુખ્ય બેંકોને ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર તરફથી રાહત આપવા માટેનું એલાન કરવામાં આવશે. જી ન્યુઝ વેબ પોર્ટલની રિપોર્ટ અનુસાર જાહેર ક્ષેત્રના નાણાં મંત્રાલયની સાત બેંકો માટે શુક્રવારે એક મોટી રાહત જાહેર કરી શકે છે. સરકારની તરફથી આ પગલું એવા સમયમાં લેવાની ધારણા કરવામાં આવી રહી છે જયારે પબ્લિક સેક્ટરથી કેટલીક બેંકો દેવાથી ઘેરાયેલી, બેંક છેતરપિંડી અને રોકડ સંકટને લીધે ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહી છે. નાણાં મંત્રાલય તરફથી જાહેર ક્ષેત્રની 7 બેંકોને કુલ રૂ .28,615 કરોડની રાહત પૂરી પાડવાની ધારણા છે.

સૌથી વધુ નાણાં બેન્ક ઓફ ઇન્ડિયા

સૌથી વધુ નાણાં બેન્ક ઓફ ઇન્ડિયા

જણાવી દઈએ કે સરકાર તરફથી જે બેન્કોને રીકેપ ફંડ્સ આપવાની ધારણા છે તેમાં સૌથી વધુ નાણાં બેન્ક ઓફ ઇન્ડિયાને આપવામાં આવશે. કુલ 28,615 કરોડ રૂપિયા પૈકી બેન્ક ઓફ ઈન્ડિયાને 10,086 કરોડ રૂપિયા આપવાની ધારણા છે. યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાને 2159 કરોડ રૂપિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાને 1678 કરોડ રૂપિયા, યુકો બેંકને 3056 કરોડ રૂપિયા આપવામાં આવશે.

આ બેન્કોને આટલા રૂપિયા મળશે

આ બેન્કોને આટલા રૂપિયા મળશે

આ ઉપરાંત ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સને 55000 કરોડ રૂપિયા, બેંક ઓફ મહારાષ્ટ્રને 4,448 કરોડ રૂપિયા અને સિંડિકેટ બેંકને 1638 કરોડ રૂપિયા આપવાની ધારણા છે.

બૅન્કિંગ સેક્ટરનું આઉટલુક સારું થવાની ધારણા

બૅન્કિંગ સેક્ટરનું આઉટલુક સારું થવાની ધારણા

સરકાર તરફથી રિકેપિટલાઇઝેશનની જાહેરાત કરવાથી બૅન્કિંગ સેક્ટરનું આઉટલુક સારું થવાની ધારણા છે. હાલમાં જે બેંકો માટે રિકેપિટલાઇઝેશનની જાહેરાત થઇ છે, જેમાં વધુ એ બેંકો છે જે જેઓ મૂડીની તંગીનો સામનો કરી રહ્યા છે. રિકેપિટલાઇઝેશન પછી બેંકોને લોન આપવાનું સરળ બનશે. રિકેપિટલાઇઝેશનના સમાચાર પછી, મોટાભાગની બેંકોના શેરમાં પણ વધારો થયો છે અને બજાર તેને એક સારા પગલા તરીકે જોઈ રહ્યું છે. આનાથી રોકાણકારોને પણ લાભ મળવાની ધારણા છે.

English summary
Finance Ministry Will Provide Rs 28600 Crore Funds For PSU Banks
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X