• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફ્રીલાન્સર અને સેલ્ફ એમ્પોલઈડ વ્યક્તિઓ માટે નાણાકીય આયોજન

|
Google Oneindia Gujarati News

ભારતની વાત કરીએ તો ભારતમાં મોટી સંખ્યામાં લોકો ઉદ્યોગો કે કલાના ક્ષેત્રમાં સ્વતંત્ર કામ કરે છે. સેલ્ફ એમ્પલોઈડ નાના વ્યવસાયના માલિકોની મોટી સંખ્યા છે. જ્યારે ફઅરી લાન્સરની જરૂરિયાતો એક નોકરિયાત વ્યક્તિ જેવી જ હોય છે. તેમની પાસે નિશ્ચિત રૂપે તેમના ભવિષ્યનું આયોજન કરવા માટે દરેક મહિને કે પછી પેન્શન ફંડ જેવી સુવિધઆ નથી હોતી. એટલે જ આવકના અનિયમિત સ્રોત સાથે તમારે જુદા જુદા રોકાણ કરવા જોઈએ. જેનાથી તમને ભવિષ્યમાં મદદ મળી શકે.

ચેકલિસ્ટ બનાવવું જરૂરી

ચેકલિસ્ટ બનાવવું જરૂરી

તમે વર્તમાન સમયમાં શું બચત કરો છો, તેના પર ધ્યાન આપો. જેમ કે ફિક્સ્ડ ડિપોઝિટ, બેન્ક બેલેન્સ, પ્રોપર્ટી વગેરે. તમે મુશ્કેલીના દિવસોમાં કે ઈમરજન્સી ફંડ કેટલું રાખી શકો છો તે પણ નક્કી કરો. આમ કરવાથી તમને ખ્યાલ આવશે કે આર્થિક રીતે તમે હાલ ક્યાં છો. અને તમને નાણાકીય આયોજન અંગે વિશ્વાસ પણ આવશે. જો તમે સેલ્ફ એમ્પલોઈડ છો, તો તમારા બિઝનેસ કરતા પોતાને અલગ દર્શાવવાના નિયમનું પાલન કરવું જોઈએ. વેચાણથી થતા નફા સિવાય પણ પોતાને એક નિશ્ચિત પગાર આપવાનું રાખો. ચેકલિસ્ટ બનાવવાનું વધુ એક મહત્વનું કારણ તમારી માસિક કે 6 માસિક આવકને સમજવાનું પણ છે. જે તમને કોઈ પણ લોન માટે યોગ્ય ઈએમઆઈ પસંદ કરવામાં મદદ કરશે.

ઈમરજન્સી ફંડ

ઈમરજન્સી ફંડ

તમને જણાવી દઈએ કે આયોજન કરી શકનાર વ્યક્તિઓ કરતા તમારે નોકરી વગર સર્વાઈવ કરવા માટે ઓછામાં ઓછા 6થી 12 મહિના દૂર રહેવું જરૂરી છે. આ એક સેલ્ફ એમ્પલોઈડ વ્યક્તિ માટે જરૂરી છે. જેના લાભ છતાંય વેપારનો નિર્વાહ એટલો જ ઓછો હશે.

એ વાતનું ધ્યાન પણ રાખો કે જો તમે ઈમરજન્સી ફંડ નહીં બનાવો, તો તમારે પોતાની પ્રોપર્ટી વેચવાનો વારો આવશે. તે જે તમારા લક્ષ્યને નુક્સાન પહોંચાડી શકે છે.

ટાર્ગેટ મુજબ સંપત્તિને વહેંચો

ટાર્ગેટ મુજબ સંપત્તિને વહેંચો

તમને એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે ઈમરજન્સી ફંડ ઉપરાંત તમારે ક્યારે ક્યારે ખર્ચ માટે ફંડની જરૂર પડશે. તમારે બચત કરતી વખતે આ મુદ્દા પણ ધ્યાનમાં રાખવા જોઈએ

  • રિટાયરમેન્ટ
  • બાળકોનો અભ્યાસ
  • હોમ લોન
  • હેલ્થ ઈન્સ્યોરન્સ
ઈન્સ્યોરન્સ અને બાળકોનો અભ્યાસ

ઈન્સ્યોરન્સ અને બાળકોનો અભ્યાસ

આરોગ્ય વીમા અને અકસ્માત વીમા બંને તમારા માટે મહત્વના છે. કારણ કે નોકરિયાત કર્મચારીની જેમ તમારી પાસે મેડિકલ કવર કે પેઈડ લીવ નથી. એટલે સુધી કે હોસ્પિટલમાં ભરતી થયા બાદ, સંપૂર્ણ સ્વસ્થ થવા માટે તમારે કેટલાક દિવસો આરામ કરવો પડશે. એવામાં મેડિકલ ઈન્સ્યોરન્સ જે 5 લાખ કરતા વધુ કવર આપતો હોય તેની પસંદગી જરૂરી છે.

જો તમારા ફેમિલિમાં તમારા પર આધારિત સભ્યો છે તો તમારે જીવન વીમા કવરની પસંદગી કરવી જોઈએ. જે તમારા વાર્ષિક ખર્ચ અને દેવા કરતા 10 ગણો છે. જો તમારા કુટુંબમાં કોઈ વ્યક્તિ આર્થિક રીતે તમારા પર નિર્ભર નથી તો તમે આ ખર્ચ અટકાવી શકો છો. જો તમારા બાળકો છે તો તેમના અભ્યાસ માટે લાંબા ગાળા અને ટૂંકા ગાળાની વ્યવસ્થા કરવાને પણ પ્રાથમિક્તા આપો. આ માટે તમે કોલેજ શિક્ષણ માટે લાંબા ગાળાની એસઆઈપી કે એસટીપી પસંદ કરી શકો છો.

હોમ લોન

હોમ લોન

હોમ લોનની ઈએમઆઈ તમારી સરેરાશ માસિક આવક પર આધારિત છે. કારણ કે તમારી આવક નિયમિત નથી, એટલે તમારે ઈએમઆઈ પણ તે રીતે પસંદ કરવી પડશે. ધારો કે તમારી માસિક વક 1 લાખ રૂપિયા કરતા વધુ થઈ છે, તો તમે પહેલા ઘર માટે 50 હજાર રૂપિયાની ઈએમઆઈ પસંદ કરી શકો છો.

રિટાયરમેન્ટ

રિટાયરમેન્ટ

એક ફ્રીલાન્સર તરીકે તમારી પાસે ઈપીએફની સુવિધા નથી. એટલે નિવ્રુત્તિ બાદ તમારી પાસે ફંડનો પ્રશ્ન સર્જાઈ શકે છે. તમે એનપીએસ (નેશનલ પેન્શન સ્કીમ) અકાઉટ અને પીપીએ (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ)માં રોકાણ કરી શકો છો. આમાં રોકાણ કરવાથી ટેક્સનો લાભ પણ મળે છે. બસ તમે લઘુતમ જમા રકમ જાળવી રાખો. આ ઉપરાંત નિવ્રુતિ માટે લાંબા ગાળાના ઈક્વિટીમાં પણ રોકાણ કરી શકો છો.

English summary
how to do financial planning for freelancers or self employed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X