એરએશિયાના પ્રસ્તાવ પર છ માર્ચે કરાશે વિચાર

એરએશિયાએ ટાટા સન્સ અને અરૂણ ભાટિયાની ટેલેસ્ટ્રા ટ્રેડપ્લેસ પ્રાઇવેટ લિમિટેડ સાથે એક સંયુક્ત ઉદ્યમમાં 49 ટકા ભાગીદારી માટે એફઆઇપીબી પાસે અરજી કરી છે. જો એરએશિયાના પ્રસ્તાવ એફઆઇપીબી દ્વારા મંજૂર કરવામાં આવે છે તો સરકાર દ્વારા સપ્ટેમ્બરમાં વિમાનન ક્ષેત્રમાં એફડીઆઇ નીતિ ઉદાર કરવામાં આવ્યા બાદ ઘરેલુ બજારમાં એક વિદેશી વિમાનન કંપનીનો આ પ્રથમ પ્રવેશ હશે.
નવી નીતિ હેઠળ વિદેશી એરલાઇન્સે ઘરેલુ વિમાનન કંપનીઓમાં રોકાણ કરવાની અનુમતિ આપી છે. એરએશિયા આ વર્ષે ચોથા ત્રિમાસિકથી ઉડાન શરૂ કરે તેવી સંભાવનાઓ છે અને કંપની દ્વારા શરૂઆતમાં અંદાજે 5 કરોડ ડોલરનું રોકાણ કરવામાં આવશે. સંયુક્ત ઉદ્યમ કંપનીમાં ટાટા સન્સની 30 ટકા ભાગીદારી હશે, પરંતુ કંપનીમાં તેમની કોઇ પરિચાલન ભૂમિકા નહીં હોય.












Click it and Unblock the Notifications
