For Daily Alerts
એરએશિયાના પ્રસ્તાવ પર છ માર્ચે કરાશે વિચાર
નવી દિલ્હી, 22 ફેબ્રુઆરીઃ મલેશિયાની બજેટ એરલાઇન્સ એરએશિયાના રોકાણના પ્રસ્તાવ પર નાણા મંત્રાલય છ માર્ચે વિચાર કરશે. એરએશિયાએ ટાટા સમૂહ અને અન્ય કંપની સાથે એક સંયુક્ત ઉદ્યમ થકી ભારતમાં વિમાન કંપની શરૂ કરવાની અનુમતિ સરકારે માંગી છે. સૂત્રોએ કહ્યું કે એરએશિયા ઇનવેસ્ટમેન્ટ લિમિટેડનુ રોકાણ પ્રસ્તાવ એફઆઇપીબની છ માર્ચ થવાની બેઠકના એજન્ડામાં છે.
એરએશિયાએ ટાટા સન્સ અને અરૂણ ભાટિયાની ટેલેસ્ટ્રા ટ્રેડપ્લેસ પ્રાઇવેટ લિમિટેડ સાથે એક સંયુક્ત ઉદ્યમમાં 49 ટકા ભાગીદારી માટે એફઆઇપીબી પાસે અરજી કરી છે. જો એરએશિયાના પ્રસ્તાવ એફઆઇપીબી દ્વારા મંજૂર કરવામાં આવે છે તો સરકાર દ્વારા સપ્ટેમ્બરમાં વિમાનન ક્ષેત્રમાં એફડીઆઇ નીતિ ઉદાર કરવામાં આવ્યા બાદ ઘરેલુ બજારમાં એક વિદેશી વિમાનન કંપનીનો આ પ્રથમ પ્રવેશ હશે.
નવી નીતિ હેઠળ વિદેશી એરલાઇન્સે ઘરેલુ વિમાનન કંપનીઓમાં રોકાણ કરવાની અનુમતિ આપી છે. એરએશિયા આ વર્ષે ચોથા ત્રિમાસિકથી ઉડાન શરૂ કરે તેવી સંભાવનાઓ છે અને કંપની દ્વારા શરૂઆતમાં અંદાજે 5 કરોડ ડોલરનું રોકાણ કરવામાં આવશે. સંયુક્ત ઉદ્યમ કંપનીમાં ટાટા સન્સની 30 ટકા ભાગીદારી હશે, પરંતુ કંપનીમાં તેમની કોઇ પરિચાલન ભૂમિકા નહીં હોય.