રોકાણના 5 વિકલ્પ, જે ગેરંટીથી કરાવશે ફાયદો
પૈસા કમાવવા માટે દિવાળી સૌથી શુભ સમય મનાય છે. લોકો રોકાણ કરે છે, પ્રોપર્ટી ખરીદે છે, ઈક્વિટીમાં વેપાર કરે છે અને દિવાળીની આસપાસ નાણાકીય વહેવાર પણ કરે છે. રોકાણકારો માટે ઈક્વિટીમાં રોકાણ એક મહત્વની શરત છે. અમે તમને રોકાણને કેટલાક એવા ઓપ્શન આપીશું જ્યાં રોકાણ કરવાથી તમને કોઈ જોખમ વગર ગેરંટીથી વળતર મળશે. ફિક્સ્ડ ડિપોઝિટ, સાર્વજનિક ભવિષ્ય નિધિ (PPF), રિકરિંગ ડિપોઝિટ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ અને કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરવાથી રોકાણકારને સુરક્ષિત વળતર મળી શક્શે.
વીમા પૉલિસીને વચ્ચે જ છોડી દીધી છે, તો થઈ શકે છે આ નુકસાન
અહીં અમે તમને એવા પાંચ ઓપ્શન બતાવીશું જ્યાં રોકાણ કરવાથી તમને સુરક્ષિત વળતર મળી શક્શે.

ફિક્સ્ડ ડિપોઝિટ (FD)
FD સુરક્ષિત છે જે પહેલેથી જ નક્કી રિટર્નની ગેરંટી આપે છે. FDની મુદત પ્રમાણે તેના વ્યાજ દર નક્કી થાય છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, HDFC બેન્ક, ICICI બેન્ક અને પ્રાઈવેટ બેન્કર્સ જેમ કે યસ બેન્ક, કોટક મહિન્દ્રા જેવા બેન્ક FD ઓફર કરે છે. સામાન્ય રીતે નાની બેન્ક મોટી બેન્ક કરતા FD પર સારું વળતર આપે છે. તમે પોસ્ટ ઓફિસમાં પણ FD ખોલાવી શકો છો.

પબ્લિક પ્રોવિડંટ ફંડ (PPF)
PPF એક લાંબ ગાળાની રોકાણ યોજના છે. જે EEE અંતર્ગત આવે છે. જેનો મતલબ છે કે રિટર્ન ટેક્સથી મુક્તિ. PPFની મેચ્યોરિટીની રકમ ટેક્સ ફ્રી છે અને મુખ્ય રોકાણ આવકવેરા અધિનિયમની કલમ 80 સી પ્રમાણે છૂટ મળે છે. ડિસેમ્બરમાં સમાપ્ત થતવા ક્વાર્ટર માટે PPFમાં કરેલા રોકાણ પર 8 ટકા વાર્ષિક વળતર મળશે. બેન્ક અને પોસ્ટ ઓફિસમાં PPF ખાતા ખોલાવી શકાય છે.

રિકરિંગ ડિપોઝિટ
એક સાથે બધી જ રકમ જમા કરવાને બદલે તમે રિકરિંગ ડિપોઝિટ દ્વારા પણ રોકાણ કરી શકો છો. રિકરિંગ ડિપોઝિટ ગ્રાહકોને નાના પાયે પણ નિયમિત રીતે બચત કરવામાં મદદ કરે છે. RDમાં આવકવેરામાં કોઈ લાભ મળતો નથી. રિકરિંગ ખાતા બેન્કની જેમ પોસ્ટ ઓફિસમાં પણ ખોલી શકાય છે.

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)
NSC પ્રમાણ પત્ર જે પાંચ વર્ષે પાકે છે, તેને પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકાય છે. ડિસેમ્બરમાં પૂરા થતા ક્વાર્ટર પર NSCનો વ્યાજદર વાર્ષિક 8 ટકા નક્કી થાય છે. દાખલા તરીકે જો તમે એક NSC 100 રૂપિયામાં ખરીદો છો તો પાંચ વર્ષ બાદ તેની કિંમત 146.93 રૂપિયા થઈ જાય છે. NSC ડિપોઝિટ પર આવકવેરા નિયમની કલમ 80 સી અંતર્ગત છૂટ મળે છે.

કિસાન વિકાસ પત્ર (KVP)
કેવીપી સર્ટિફિકેટ જે 2.5 વર્ષમાં મેચ્યોર થાય છે, જે પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકાય છે. ડિસેમ્બરમાં પૂરા થતા ક્વાર્ટર KVP પ્રતિ વર્ષ 7.7 ટકાનું વળતર મળે છે. આ ટકાવારી પ્રમાણે રોકેલી રકમ પર 112 મહિના એટલે કે 9 વર્ષ 4 મહિનામાં બમણી થઈ શકે છે.