For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્લિપકાર્ટના ગ્રુપ સીઈઓ બિન્ની બંસલે રાજીનામું આપ્યું, લાગ્યા ગંભીર આરોપો

ફ્લિપકાર્ટના ગ્રુપ સીઈઓ બિન્ની બંસલે રાજીનામું આપ્યું

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર અને સીઈઓ બિન્ની બંસલે રાજીનામું આપી દીધું છે. વૉલમાર્ટ મુજબ આંતરિક તપાસને પગલે બિન્ની બંસલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ફ્લિપકાર્ટ અને પાર્ટનર ફર્મ વૉલમાર્ટ દ્વારા કરાવવામાં આવેલ આંતરિક તપાસ બાદ તેમણે રાજીનામું આપ્યું છે. બંને કંપનીઓ તરફથી જાહેર કરવામાં આવેલ સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બંસલ કંપનીની તપાસમાં ગંભીર વ્યક્તિગત દુર્વ્યવહારના દોષી ઠર્યા છે. જ્યારે બિન્ની બંસલે પાસના કારણે રાજીનામું આપ્યું હોવાની વાતને નકારી કાઢી છે.

બિન્ની બંસલે રાજીનામું આપ્યું

બિન્ની બંસલે રાજીનામું આપ્યું

મીડિયા રિપોર્ટ્સ મુજબ ગંભીર પર્સનલ દુર્વ્યવહારના આરોપો બાદ ફ્લિપકાર્ટ અને વૉલમાર્ટે કરેલ સ્વતંત્ર તપાસ બાદ બિન્ની બંસલે આ ફેસલો લીધો છે. જો કે તેમણે તમામ આરોપોને ફગાવી દીધા હતા. બિન્ની બંલના રાજીનામાં બાદ હવે કૃષ્ણમૂર્તિ ફ્લિપકાર્ટના સીઈઓ બન્યા રહેશે. વૉલમાર્ટ તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું કે બિન્ની વિરુદ્ધ સબૂતો મળ્યા છે. આ દરમિયાન બિન્નીએ જેવી રીતે વ્યવહાર કર્યો તેમાં ખામી મળી છે. જેમાં પારદર્શિતાની કમી હતી. આ કારણે જ તેનું રાજીનામું પણ સ્વીકારી લેવામાં આવ્યું છે.

કંપનીએ કરાવી હતી તપાસ

કંપનીએ કરાવી હતી તપાસ

વૉલમાર્ટે કહ્યું કે તેઓ ફ્લિપકાર્ટમાં બિન્નીના ગયા બાદ એમનો ઉત્તરાધિકારી શોધી રહ્યા છે. હાલ કલ્યાણ કૃષ્ણમૂર્તિ ફ્લિપકાર્ટના સીઈઓ બન્યા રહેશે. આમાં ઓનલાઈન રિટેલર 'મિન્ત્રા' અને 'જબોન્ગ'ને પણ સામેલ કરી દેવામાં આવી છે. અનંત નારાયણ મિન્ત્રા અને જબોન્ગના સીઈઓ બન્યા રહેશે પરંતુ તેઓ કૃષ્ણમૂર્તિને રિપોર્ટ કરશે. જ્યારે સમીર નિગમ ફોન પેના સીઈઓ બન્યા રહેશે. કૃષ્ણમૂર્તિ અને સમીર બંને બોર્ડને રિપોર્ટ કરશે.

બંસલ દોશી ઠર્યા

બંસલ દોશી ઠર્યા

જણાવી દઈએ કે આ વર્ષે મે મહિનામાં વૉલમાર્કેટ ફ્લિપકાર્ટને 1.05 લાખ કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી. આ ડીલ બાદ વૉલમાર્ટની ફ્લિપકાર્ટમાં 77 ટકાની ભાગીદારી થઈ ગઈ હતી. આ ડીલમાં ફ્લિપકાર્ટના બીજા કો-ફાઉન્ડર સચિન બંસલે પોતાનો 5.5 ટકા ભાગ વેચી દીધો હતો. અને બાદમાં તેઓ કંપનીથી બહાર થઈ ગયા હતા. હવે ફ્લિપકાર્ટના બીજા કો-ફાઉન્ડરે પણ રાજીનામું આપી દીધું છે.

ઈસરો આજે શ્રીહરિકોટાથી લૉન્ચ કરશે GSAT-29 ઈસરો આજે શ્રીહરિકોટાથી લૉન્ચ કરશે GSAT-29

English summary
Flipkart Group CEO Binny Bansal resigns after allegations of misconduct
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X