• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બજેટ 2013: મધ્યમવર્ગીયો-યુવાનોને નિરાશા, જાણો શું થયું મોંઘુ

|
chidambaram
નવીદિલ્હી, 28 ફેબ્રુઆરીઃ નાણામંત્રી પી ચિદમ્બરમે આજે સંસદમા કેન્દ્ર સરકારનું અતિમ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં તેમણે મેહિલાની સુરક્ષાને લઇને એક મહત્વની પહેલ કરી છે, જો કે, અન્ય બાબતો પર ધ્યાન આપવામાં આવે તો આ બજેટ મધ્યમવર્ગીય લોકોને નિરાશ કરી શકે તેમ છે, આ સાથે જ યુવાનો, વૈભવી વસ્તુઓ વસાવવાનો શોખ ધરાવતા લોકોને પણ આ બજેટ નિરાશ કરી શકે તેમ છે. કારણ કે ચિદમ્બરમ દ્વારા બજેટ દરમિયાન જાહેર કરવામાં આવેલી એક્સાઇઝ ડ્યૂટી અને સર્વિસ ટેક્સના કારણે રેડિમેડ ગારમેન્ટ, વિદેશી ગાડીઓ, એસયુવી, સિગારેટ, મોબાઇલ ફોન, રેસ્ટોરાંમાં જમવું, માર્બલ, સેટ ટોપ બોક્સ વગેરે મોંઘી થઇ જશે. જેનો સીધો ભારણ મધ્યમવર્ગીય લોકો અને મોજ શોખ કરતા યુવાનો પર પડશે.

માર્કેટમાં રજૂ થતા નવા મોબાઇલ્સ, રેસ્ટોરામાં મિત્રો સાથે જમવા જતા યુવાનો કે જેઓનો દારોમદાર માત્ર પોકેટ મની છે તેમને સૌથી વધારે નિરાશા આ બજેટથી રહેશે અને તેમના કારણે તેમના વાલીઓને પણ પોકેટમની વધારવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

નાણામંત્રી દ્વારા કઇ વસ્તું પર વધારાઇ એક્સાઝઇ ડ્યૂટી અને લદાયો સર્વિસ ટેક્સ

- સિગારેટના કસ હવે મોંઘા થશે કારણ કે, બજેટ 2013-14માં સિગારેટ ઉપર એક્સાઈઝ ડ્યૂટી વધારીને 18% કરવામાં આવી છે.

- SUV ગાડીઓ રાખવાનો શોખ હવે મોંઘો પડી શકે છે કારણ કે, બજેટમાં SUV ગાડીઓ ઉપર એક્સાઈઝ ડ્યૂટી ત્રણ ટકા વધારીને 30% કરી દેવામાં આવી છે.

- રેસ્ટોરામાં જઇને મિત્રો સાથે જવામાં હવે કાપ મુકવો પડશે કારણ કે, બધી જ એસી રેસ્ટોરાં પર સર્વિસ ટેક્સ લાદવામાં આવ્યો છે તેથી તમામ એસી રેસ્ટોરાં મોંઘા થઇ જશે.

- મોબાઇલ ધારકોને પણ ફટકો પહોંચી શકે છે, કારણ કે મોબાઇલ પર એક્સાઇઝ ડ્યૂટી વધારીને 6% કરવામાં આવી છે જેથી 2000 રૂપિયાનો મોબાઇલ ફોન મોંઘો થશે.

- મોંઘા બાઇક પર 75% થી વધારી ડ્યુટી 100% કરવામાં આવી છે.

- વિદેશી ગાડીઓ પર 75% થી વધારી ડ્યુટી 100% કરવામાં આવી છે.

English summary
FM to impose service tax on all AC restaurants, Excise on cigarettes up 18 percent, SUVs from 27 to 30 percent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more