For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

HRAમાં છૂટ મેળવવાની 10 સહેલી રીત

આવકવેરા ખાતું નોકરિયાત વ્યક્તિ દ્વારા પોતાની માતા માટે અપાયેલા ભાડાને HRA છૂટ માટે માન્ય નથી ગણતું. ગત વર્ષે આવકવેરા અદાલતના એક નિર્ણયે તમામ લોકોને ચોંકાવી દીધા હતા.

|
Google Oneindia Gujarati News

આવકવેરા ખાતું નોકરિયાત વ્યક્તિ દ્વારા પોતાની માતા માટે અપાયેલા ભાડાને HRA છૂટ માટે માન્ય નથી ગણતું. ગત વર્ષે આવકવેરા અદાલતના એક નિર્ણયે તમામ લોકોને ચોંકાવી દીધા હતા. રસીદ ઉપરાંત નોકરિયાત વ્યક્તિ પાસે ભાડું ચૂકવાયું હોવાના કોઈ પુરાવા નહોતા આ આધારે અદાલતે દાવો ફગાવી દીધો હતો.

આ પણ વાંચો: કેમ બેન્કની લૉન થઈ જાય છે રિજેક્ટ? રિજેક્શન અટકાવવાના ઉપાય

જો તમે પણ નોકરિયાત વ્યક્તિ છો તો તમારા આખા HRAની છૂટનો દાવો કરવા ઈચ્છો છો તો આ બાબતો પર ધ્યાન આપો.

રેન્ટ એગ્રીમેન્ટ રાખો

રેન્ટ એગ્રીમેન્ટ રાખો

સૌથી પહેલા તમારી પાસે એક સત્તાવાર રેન્ટ એગ્રીમેન્ટ હોવો જરૂરી છે. આ એગ્રીમેન્ટમાં ભાડાની સમમર્યાદા તેમજ દર મહિને ચૂકવાતા ભાડાનો ઉલ્લેખ હોવો જરૂરી છે. આ ઉપરાંત તમારા દ્વારા ચૂકવાતા અન્ય બિલનો ઉલ્લેખ પણ કરારમાં હોવો જોઈએ.

એકથી વધુ પરિવાર છે તો પણ કરો ઉલ્લેખ

એકથી વધુ પરિવાર છે તો પણ કરો ઉલ્લેખ

જો એક ભાડાના ઘરમાં એક કરતા વધુ પરિવાર રહે છે, તો કરારમાં તેનો પણ ઉલ્લેખ હોવો જરૂરી છે. કરારમાં ભાડાની સાથે સાથે અન્ય બિલો કેવી રીતે ચુકવાય છે, તેની પણ ડિટેઈલમાં માહિતી હોવી જોઈએ.

ચેકથી આપો ભાડું

ચેકથી આપો ભાડું

શક્ય હોય તો ભાડું રોકડાના બદલે ચેકથી આપો. જેથી ભાડું ચુકવાયાનો પુરાવો મળશે. આ ટ્રાન્ઝેક્શન તમારા બેન્ક ખાતામાં નોંધાઈ જશે.

રસીદ ફરજિયાત લો

રસીદ ફરજિયાત લો

મકાન માલિક પાસેથી દર મહિને ચૂકવાયેલા ભાડાની રસીદ ભૂલ્યા વગર લો. જો તમારું માસિક ભાડું 3 હજારથી વધુ છે તો HRA છૂટનો દાવો કરવા માટે ભાડાની રસીદ આપવી જરૂરી છે.

રસીદ સાથે પાન નંબર પણ જરૂરી

રસીદ સાથે પાન નંબર પણ જરૂરી

જો તમારું ભાડુ વાર્ષિક 1 લાખ કરતા વધુ છે, તો HRA છૂટનો સંપૂર્ણ લાભ લેવા માટે તમારે ભાડાની રિસીપ્ટ સહિત મકાન માલિકનો પાન નંબર પણ આપવો પડશે. આ રીતે તમારો ટીડીએસ પણ ઓછો કપાશે.

PAN નથી તો આપવું પડશે એફિડેવિટ

PAN નથી તો આપવું પડશે એફિડેવિટ

જો મકાન માલિક પાસે પાન કાર્ડ ન હોય, તો મકાન માલિકે એફિડેવિટ આપવું પડશે. આ ઉપરાંત મકાન માલિકે ફોર્મ 60માં મગાયેલી માહિતી પણ આપવી પડશે. આ બધું જ મકાન ભાડે લેતા પહેતા નક્કી કરી લો, માહિતી વગર તમે HRA છૂટનો લાભનો નહીં મેળવી શકો.

પાન નંબર વગર નહીં મળે છૂટ

પાન નંબર વગર નહીં મળે છૂટ

જો તમે મકાન માલિકનો પાન નંબર નહીં આપો તો આવી સ્થિતમાં તમને HRAમાં છૂટ તો નહીં જ મળે, ઉપરથી તમારો ટીડીએસ પણ કપાશે. જો કે કર્મચારી આવકવેરા નિયમ મુજબ રિટર્ન ફાઈલ કરતા સમયે HRA છૂટનો દવો કરી શકે છે. પરંતુ આ વખતે તમારી કંપની દ્વારા જમા કરાયેલા ફોર્મ 26 એએસમાં નોંધાયેલી આવકમાં ફેરફાર આવશે. આમ થવાથી આવકવેરા વિભાગ તમારી પાસે ખુલાસો માગી શકે છે.

જેટલું ભાડુ બતાવ્યું છે, તેટલું આપશો તો જ મળશે HRAનો લાભ

જેટલું ભાડુ બતાવ્યું છે, તેટલું આપશો તો જ મળશે HRAનો લાભ

જો તમે કરારમાં દર્શાવેલી રકમ કરતા વધુ કે ઓછું ભાડુ આપો છો, તો તમને લાભ નહીં મળે. કારણ કે છૂટછાટની ગણતરી કર્મચારી દ્વારા અપાતા ભાડાની રસીદને આધારે જ થાય છે. એટલા માટે તમારા કરારમાં લખેલી રકમ અને ચૂકવાતી રકમ સરખી હોવી જોઈએ.

ભાડાના ઘરમાં તમારે જ રહેવું પડશે

ભાડાના ઘરમાં તમારે જ રહેવું પડશે

HRA છૂટનો દાવો કરવા માટે તમારે પોતે ભાડાના મકાનમાં રહેવું જરૂરી છે. જો તમારા માતા પિતા માલિક છે, તો રિટર્ન ફાઈલ કરતા સમયે ભાડાની આવક પણ દર્શાવો.

50 હજારથી વધુ ભાડુ હશે તો 5 ટકા ટીડીએસ કપાશે

50 હજારથી વધુ ભાડુ હશે તો 5 ટકા ટીડીએસ કપાશે

જો તમે દર મહિને 50 હજાર કરતા વધુ ભાડુ આપી રહ્યા છો, તો મકાન માલિકને અપાયેલા ભાડામાંથી 5 ટકા ટીડીએસ કટ કરો. જો તમે ટીડીએસ કટ નહીં કરો તો મહિને તમારે 1 ટકાના દરથી વ્યાજ આપવું પડશે. જો તમે ટીડીએસ કટ કરો છો, અને જમા નહીં કરો તો 1.5 ટકાના દરે વ્યાજ આપવું પડશે. મોડું કરવા પર પ્રતિ દિવસ 200 રૂપિયાનો દંડ પણ ભરવો પડી શકે છે.

તમે 100 ટકા HRA છૂટ જરૂર મળી શકે છે, બસ તમારે આ બધી શરતોનું પાલન કરવું જરૂરી છે.

English summary
For HRA Tax Benefit Follow These 10 Tips
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X