For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ફોરેક્સ ટ્રેડિંગ : કેવી રીતે કામ કરે છે અને શું જાણવું જરૂરી?

|
Google Oneindia Gujarati News

ભારતના ફ્યુચર માર્કેટમાં ફોરેક્સ ટ્રેડિંગ વધારે જટિલ નથી. વાસ્તવમાં ફ્યુચર માર્કેટમાં ટ્રેડિંગની પ્રક્રિયા એવી સરળ છે જે રીતે ઇક્વિટી માર્કેટમાં ટ્રેડિંગ કરવામાં આવે છે. આ માટે શું જરૂરી છે તે આગળ જણાવી રહ્યા છે.

બ્રોકર પાસે ફોરેક્સ ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવું પડે
ફોરેક્સ ટ્રેડિંગની પ્રક્રિયામાં સૌપ્રથમ તો આપે બ્રોકર પાસે ફોરેક્સ ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવું પડે છે. જ્યારે પણ આપ ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવો છો ત્યારે તેમાં કોમોડિટીઝ અને અન્ય ટ્રેડિંગ માટેની વ્યવસ્થા પણ ખુલે છે.

investment-1

ભારતમાં ફોરેક્સ માર્કેટમાં ટ્રેડ કેવી રીતે કરવું?
આપ ફોરેક્સ માર્કેટ ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવો છો ત્યાર બાદ આપ નાણાનું ખરીદ વેચાણ કરી શકો છો. જો આપ ઓનેલાઇન ટ્રેડિંગ કરતા હોવ તો મોટા ભાગને બ્રોકર્સ આપને સંયુક્ત વિકલ્પ આપશે જેમાં આપ એક જ સ્ક્રીનમાં કરન્સી, ઇક્વિટી અને કોમોડિટી માર્કેટની વિગતો જોઇ શકશો.

કરન્સી ફ્યુચર માર્કેટમાં ટ્રેડિંગ કરવા માટે તેના વિકલ્પ પર ક્લિક કરવાનું રહે છે. આ ઉપરાંત નેશનલ સ્ટોક એક્સચેન્જ કે એમસીએક્સ માર્કેટમાંથી પણ કરન્સી ખરીદી શકાય છે. જેમાં આપ યુએસ ડોલર, યુકે પાઉન્ડ જાપાનીઝ યેન વગેરે ખરીદ વેચાણ કરી શકો છો.

ઇક્વિટી માર્કેટની જેમ નહીં, પણ કરન્સી માર્કેટમાં આપ ફ્યુચર ખરીદીને 12 મહિને તેને સેટલ કરી શકો છો. ઉદાહરણ તરીકે આપ 4 નવેમ્બર, 2014ના રોજ એક કોન્ટ્રાક્ટ ખરીદો છો તે 28 ઓક્ટોબર, 2015 સુધી ચાલી શકે છે. આ ઉપરાંત દર મહિને એક્સપાયર થતા હોય તેવા કોન્ટ્રાક્ટ પણ મળે છે.

જથ્થાબંધ ફોરેક્સ ટ્રેડિંગ
કરન્સી માર્કેટમાં ટ્રેડિંગ એક લોટમાં કરવામાં આવે છે. આપે એ જાણવું જરૂરી છે કે એક લોટમાં કેટલી કરન્સી છે. આપ લોટ અને અન્ય ખરીદી કરો તે પહેલા આપના બ્રોકર પાસેથી તમામ વિગતો મેળવી લો.

ફોરેક્સ માર્કેટમાં સોદો કરતા પહેલા એક્સપર્ટ એડવાઇઝ
ફોરેક્સ માર્કેટમાં ટ્રેડિંગ કરતા સમયે કોઇ પ્રકારનો સોદો કરતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી જોઇએ. કારણ કે ઘણીવાર વ્યક્તિઓને ગ્લોબલ ઇકોનોમી અને વિવિધ મુદ્દાઓ અંગે કોઇ માહિતી હોતી નથી.

English summary
Forex Trading In India: How It Works and What You Need To Know?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X