For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 ભારતીય મહિલા ફોર્ચ્યુનની ટોપ 50 બિઝનેસ વિમેનની યાદીમાં

|
Google Oneindia Gujarati News

ન્યુ યોર્ક, 20 ઓક્ટોબર : આઇસીઆઇસીઆઇ બેંકની સીઇઓ ચંદા કોચરની આગેવાનીમાં ચાર ભારતીય બિઝનેસ વિમેને ફોર્ચ્યુનની ટોપ 50 મહિલાઓની વૈશ્વિક યાદીમાં સ્થાન મેળવ્યું છે. અમેરિકા તરફથી આ માટેની યાદીમાં પેપ્સીકોના પ્રમુખ ઇન્દ્રા નૂયી બીજા ક્રમે રહ્યા છે.

આ યાદીમાં ચંદા કોચર એક ક્રમ આગળ વધીને ચોથા ક્રમે આવ્યા છે. ભારતના નેશનલ સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ચિત્રા રામકૃષ્ણ 17મા ક્રમે, એક્સિસ બેંકના શિખા શર્મા 32મા ક્રમે, એચએસબીસીના નૈના લાલ કિદવઇ 42મા ક્રમે આવ્યા છે. એનએસઇના રામકૃષ્ણએ પહેલીવાર આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. ગયા વર્ષે આ યાદીમાં શિખા શર્મા 37મા અને કિદવઇ 40મા સ્થાને હતા.

chanda-kochar

આ યાદીમાં પ્રથમ ક્રમે બ્રાઝિલની ઉર્જા કંપની પેટ્રોબ્રાસના સીઇઓ મારિયા ડૈઝ ગ્રકાસ ફોસ્ટર આવ્યા છે. બીજા સ્થાને તુર્કીના ઉદ્યોગ ગૃહ સબાન્સી હોલ્ડિંગ્સના ગુલેર સબાન્સી અને ઓસ્ટ્રેલિયાના બેંકિંગ જૂથ વેસ્ટપેકના સીઇઓ ગેલ કેલી ત્રીજા સ્થાને આવ્યા છે.

English summary
Four Indians make to Fortune top 50 women business leaders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X