For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBIના રિપોર્ટમાં ખુલાસો, ઠગોએ 2017-18માં બેંકોના 41,167.7 કરોડ લૂંટ્યા

ઠગોએ 2017-18માં બેંકોના 41,167.7 કરોડ લૂંટ્યાઃ RBI

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા તરફથી જે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે તે આગામી લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારની મુશ્કેલી વધારી શકે છે. આંકડાઓ મુજબ બેંકોને ફ્રોડને પગલે વર્ષ 2017-18માં 41,167.7 કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. પાછલા વર્ષની સરખામણીમાં આ નુકસન 72 ટકા વધુ છે. વર્ષ 2017-18માં બેંક સાથે ફ્રોડની કુલ 5917 ઘટનાઓ બની જ્યારે પાછલા વર્ષે 5096 વખત છેતરપિંડી થઈ હતી જ્યારે પાછલા વર્ષે કુલ 5096 ફ્રોડ થયા હતા. પાછલા ચાર વર્ષમાં બેંકો સાથે થયેલ ફ્રોડમાં સતત વધારો થઈ ચાર ગણો વધ્યો છે. વર્ષ 2013-14માં ફ્રોડને પગલે કુલ 10170 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

આવી રીતે થઈ લૂંટ

આવી રીતે થઈ લૂંટ

વર્ષ 2017-18માં સૌથી વધુ ઠગાઈના મામલા બેલેન્સ શીટ, ફૉરેક્સ એક્સચેન્જ ટ્રાન્જેક્શન, ડિપોઝિટ અકાઉન્ટ અને સાયબર ક્રાઈમના સામે આવ્યા હતા. બેંકોમાં સૌથી વધુ સાયબર ફ્રોડના મામલા સામે આવ્યા. સાયબર ફ્રોડના કુલ 2059 મામલા સામે આવ્યા જેનાથી કુલ 109.6 કરોડ રૂપિયાનું નુકસાન થયું. જ્યારે પાછલા વર્ષમાં આ નુકસાન માત્ર 42.3 કરોડ રૂપિયા હતું. ઉલ્લેખનીય છે કે બેંકિંગ વ્યવસ્થામાં તમામ સુધારાઓ બાદ પણ ફ્રોડ અટકવાનું નામ નથી લઈ રહ્યું.

સૌથી વધુ સરકારી બેંકોને નુકસાન

સૌથી વધુ સરકારી બેંકોને નુકસાન

મોટા પાયે જે ફ્રોડ થયાં તે 50 કરોડથી વધુ ફ્રોડ છે. ઉલ્લેખનીય છે કે 93 ટકા ફ્રોડના મામલા એક લાખ કરોડથી વધુ છે તે સરકારી બેંકોના છે જ્યારે પ્રાઈવેટ બેંકોમાં આ મામલા માત્ર ત્રણ ટકા જ છે. ફ્રોડને પગલે બેંકોમાં બેડ લોન વધી રહી છે જે માર્ચ 2018 સુધી 10,39,700 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું. 2017-18માં તેમાં સૌથી વધુ વધારો ત્યારે થયો હતો જ્યારે પંજાબ નેશનલ બેંકનું ફ્રોડ સામે આવ્યું હતું, જેમાં નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ બેંકને ચૂનો લગાવ્યો હતો.

તમામ સતર્કતા બેકાર

તમામ સતર્કતા બેકાર

રિઝર્વ બેંકે પોતાના રિપોર્ટમાં આ વાત માની છે કે ફ્રોડનો આ ગંભીર મુદ્દો છે. રિઝર્વ બેંક મુજબ વધુ પડતાં ફ્રોડ કરન્ટ અકાઉન્ટ થકી કરવામાં આવે છે. ફેબ્રુઆરી 2018માં રિઝર્વ બેંકે આ વાતનો ઉકેલ આપ્યો હતો કે ઈન્ડિયન બેંક એસોસિએશનને સજગ આઈટીની રચના કરવી જોઈએ જે યૂઝર ફ્રેન્ડલી હોય અને ફ્રોડને પકડવામાં માહેર હોય.

વડાપ્રધાન મોદીના જીવન પર બનશે ફિલ્મ, વિવેક ઓબેરોય નિભાવશે આ કિરદાર વડાપ્રધાન મોદીના જીવન પર બનશે ફિલ્મ, વિવેક ઓબેરોય નિભાવશે આ કિરદાર

English summary
Fraudsters have looted 41,167 crore rs of banks in 2017-18 says RBI report.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X