For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવધાન ! જો નહીં કરો આ કામ તો 1 જાન્યુઆરીથી બાઉન્સ થશે ચેક

સાવધાન ! જો નહીં કરો આ કામ તો 1 જાન્યુઆરીથી બાઉન્સ થશે ચેક

|
Google Oneindia Gujarati News

જો તમે મોટાભાગની નાણાકીય લેવડ દેવડ ચેકથી કરો છો તો આ આર્ટિકલ ખાસ વાંચી લો. આગામી મહિનાથી તમારો ચેક ક્લિયર નહીં થાય. ચેક બાઉન્સ થવાને કારણે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. SBI, પંજાબ નેશનલ બેન્ક સહિત કેટલીક બેન્કોએ ચેકબુક અંગે ગ્રાહકોને એલર્ટ કર્યા છે, અને તેમને 31 ડિસેમ્બર સુધીમાં પોતાની જૂની ચેક બુક જમા કરાવીને નવી ચેકબુક ઈસ્યુ કરાવવા કહેવાયું છે. આમ નહીં કરો તો 1 જાન્યુઆરી 2019થી તમારી ચેકબુક અમાન્ય થઈ જશે.

બેન્કોએ પોતાના ગ્રાહકોને નૉન સીટીએસ ચેકબુક જમા કરાવીને નવી સીટીએસ ચેકબુક લેવા કહ્યું છે. આમ કરવા માટે દરેક બેન્કની અલગ અલગ ડેડલાઈન છે. SBI આ સેવા 12 ડિસેમ્બરે બંધ કરી ચકી ચે. તો બાકીની બેન્કો પણ 31 ડિસેમ્બર બાદ નૉન સીટીએસ ચેકને ગેરકાયદે ઠેરવી દેશે.

RBIના આદેશને પગલે નિર્ણય

RBIના આદેશને પગલે નિર્ણય

રિઝર્વ બેન્કે લગભગ ત્રણ મહિના પહેલા બેન્કોને 1 જાન્યુઆરી 2019થી તમામ નોન સીટીએસ ચેકબુક બંધ કરવા આદેશ આપ્યો હતો. રિઝર્વ બેન્કના આ જ આદેશને પગલે બેન્કોએ પોતાના ગ્રાહકોને નોન સીટીએસ ચેકબુક બદલવા અપીલ કરી છે. આમ નહીં કરનાર ગ્રાહકોને 1 જાન્યુઆરીથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ નૉન સીટીએસ ચેકબુકની ડેડલાઈન 12 ડિસેમ્બર સુધીની જ રાખી હતી, હવે આ પ્રકારના ચેક અમાન્ય થઈ ચૂક્યા છે. હવે તમે એસબીઆઈમાં નોન સીટીએસ ચેકથી કોઈ ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો.

પંજાબ નેશનલ બેન્કે પણ નક્કી કરી ડેડલાઈન

પંજાબ નેશનલ બેન્કે પણ નક્કી કરી ડેડલાઈન

એસબીઆઈ બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી બેન્કે પણ ગ્રાહકોને નોન સીટીએસ ચેક પાછો આપીને નવો ચેક ઈશ્યુ કરવા કહી દીધું છે. PNBએ સર્ક્યુલર જાહેર કરીને કહ્યું છે કે નોન સીટીએસ ચેક 1 જાન્યુઆરી 2019તી ક્લિયર નહીં થાય. આ ઉપરાંત તમામ ગ્રાહકોને ચેકબુક બદલવા પણ કહી દેવાયું છે.

31 ડિસેમ્બર બાદ ચેકબુક બદલી તો શું

31 ડિસેમ્બર બાદ ચેકબુક બદલી તો શું

જો તમે 31 ડિસેમ્બર સુધી જૂની નોન સીટીએસ ચેકબુક નથી બદલાવતા તો 1 જાન્યુઆરી 2019થી તમે ચેક દ્વારા કોઈ પ્રકારની લેવડ દેવડ નહીં કરી શકો. ચેક બેન્ક દ્વારા ક્લિયર નહીં થાય. આ ચેક બેન્કિંગ સિસ્ટમથી ડિસ્ક્નેક્ટ થઈ જશે. એટલે યોગ્ય છે કે તમે નિશ્ચિત સમય મર્યાદામાં ચેકબુક બદલી નાખો. સીટીએસ 2010 સ્ટાન્ડર્ડ ચેક તમારી મુશ્કેલી ઘટાડી દેશે.

શું છે સીટીએસ ચેક

શું છે સીટીએસ ચેક

ચેક ક્લિયર કરવાની નવી સિસ્ટમ છે, જે 1 જાન્યુઆરી 2019થી તમામ બેન્કોમાં લાગુ કરાશે. આ સિસ્ટમને કારણે મેન્યુઅલી ચેકને એક બ્રાંચમાંથી બીજી બ્રાંચમાં મોકલવાનું કે પાછા મંગાવવાની જરૂર નહીં પડે. હવે ચેકને સ્કેન કરીને જ તેની ઓળખ થઈ શક્શે, જેને કારણે રકમ જમા થવામાં પણ ઓછો સમય લાગશે.

તમને જણાવી દઈએ કે સીટીએસમાં ચેક ક્લિયર કરવાનું કામ ઝડપથી થાય છે. નવી સિસ્ટમમાં મેન્યુઅલી કામ બંધ થઈ જશે અને ઈલેક્ટ્રોનિક કૉપી રજૂ કરવામાં આવે છે.

ભાજપે 17 રાજ્યો માટે નિયુક્ત કર્યા લોકસભા ચૂંટણી પ્રભારીભાજપે 17 રાજ્યો માટે નિયુક્ત કર્યા લોકસભા ચૂંટણી પ્રભારી

English summary
from 1 january your old check will be not in used
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X