For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fuel Rates: 70 દિવસ બાદ વધ્યા ડીઝલના ભાવ, જાણો શું છે 1 લિટર ઈંધણની કિંમત?

શુક્રવારે ઈંધણ કંપનીઓએ ડીઝલના ભાવ વધાર્યા છે જ્યારે પેટ્રોલની કિંમતો સ્થિર છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ શુક્રવારે ઈંધણ કંપનીઓએ ડીઝલના ભાવ વધાર્યા છે જ્યારે પેટ્રોલની કિંમતો સ્થિર છે. આજે ડીઝલના ભાવમાં 20થી 21 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. વળી, પેટ્રોલના ભાવ સ્થિર છે. તમને જણાવી દઈએ કે 70 દિવસ બાદ ડીઝલના ભાવમાં પરિવર્તન થયુ છે. વળી, બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા છે. જો આમ જ રહ્યુ તો આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 101.19 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 107.26 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 98.96 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 101.72 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 104.70 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 98.04 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 103.79 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 108.17 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 105.62 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 88.82 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 96.41 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 93.46 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 91.92 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 95.58 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 94.27 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 94.80 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 98.07 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 96.92 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમને જણાવી દઈએ કે ભારત પેટ્રોલિયમ, ઈન્ડયન ઑઈલ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ સહિત ઈંધણ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવે છે. નવી કિંમતો રોજ સવારે 6 વાગે લાગુ કરવામાં આવે છે. દરેક રાજ્યો અને શહેરોમાં ઈંધણની કિંમત અલગ-અલગ હોય છે.

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકશો.

English summary
Fuel Rates: Diesel price increase but Petrol price remain unchanged on 24th September, Check today's latest fuel rates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X