• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Fuel Rates: સતત ચોથા દિવસે વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજના રેટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજે સતત ચોથા દિવસે પણ સામાન્ય જનતાને જોરદાર ઝટકો લાગ્યો છે. આજે એક વાર ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં 26થી 30 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 33થી 37 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. મુંબઈમાં પહેલી વાર ડીઝલના ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર થઈ ગયા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે. દેશના 20 રાજ્યોમાં હવે એક લિટર પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ઈંધણની કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

ગાંધીનગરઃ 100.90 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 103.84 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 109.83 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 101.37 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 104.52 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 107.47 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 108.02 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 106.94 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 100.89 રૂપિયા પ્રતિ લિટર
ગુરગાંવઃ 101.27 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

ગાંધીનગરઃ 99.94 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 92.47 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 100.29 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 97.03 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 95.58 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 100.89 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 98.15 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 99.00 રૂપિયા પ્રતિ લિટર
ગુરગાંવઃ 92.96 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 92.90 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

દેશના 20 રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે, અહીં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર ચાલી રહી છે. ભારત પેટ્રોલિયમ, ઈન્ડિયન ઑઈલ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ સહિત ઑઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સુધારો કરવામાં આવે છે. વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઈલની કિંમત અને માંગ બંને વધી ગઈ છે જેની અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડી રહી છે.

English summary
Fuel Rates: Petrol and diesel prices again incresed on 9th October, check rates in your city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X