Fuel Rates: ફરીથી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, કોલકત્તામાં કિંમત પહોંચી 106ને પાર
નવી દિલ્લીઃ બુધવારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. બે દિવસ સ્થિર રહ્યા બાદ આજે ફરીથી ઈંધણ મોંઘુ થઈ ગયુ છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35-35 પૈસાનો વધારો થયો છે. રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો થયો હતો. તમને જણાવી દઈએ કે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે અને પેટ્રોલ અને ડીઝલમાં સતત થઈ રહેલા ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ઉલ્લેખનીય છે કે ઈંધણની કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ
ગાંધીનગરઃ 103.11 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 106.19 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 112.11 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 103.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 106.77 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 109.89 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 110.46 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 102.83 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
ગાંધીનગરઃ 102.52 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 94.92 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 102.89 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 99.26 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 98.03 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 100.75 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 103.56 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 95.37 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.
ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના હિસ્સામાં પેટ્રોલની કિંમત પહેલેથી જ 100 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર છે. ડીઝલના દરો પણ રેકૉર્ડ સ્તરે છે. આ મહિનામાં 4,12, 13 અને આજે 18 ઓક્ટોબરને છોડીને અન્ય બધા દિવસોએ ઈંધણ મોંઘુ થયુ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.