• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Fuel Rates: સતત ચોથા દિવસે વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ રેટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ શનિવારે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ગઈકાલે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35-35 પૈસાનો વધારો થયો હતો. ઉલ્લેખનીય છે કે ગુરુવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.તમને જણાવી દઈએ કે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે અને પેટ્રોલ અને ડીઝલમાં સતત થઈ રહેલા ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ઉલ્લેખનીય છે કે ઈંધણની કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

ગાંધીનગરઃ 104.54 રૂપિયા પ્રતિ લિટર
દિલ્હી : 107.24 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ : 113.12 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા : 107.78 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ : 104.22 રૂપિયા પ્રતિ લિટર
બેંગ્લોર : 110.61 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ : 104.02 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ : 111.55 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢ : 103.21 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

ગાંધીનગરઃ 104.06 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 95.97 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 104.00 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 100.25 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 99.08 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 101.86 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 104.70 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 96.27 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના હિસ્સામાં પેટ્રોલ અને ડીઝલના દરો પણ રેકૉર્ડ સ્તરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.

English summary
Fuel Rates: Petrol and diesel prices increaseded on 23rd October, check rates in your city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X