Fuel Rates: નવરાત્રિના પહેલા દિવસે જોરદાર ઝટકો, ફરીથી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો રેટ

નવરાત્રિના પહેલા દિવસે સામાન્ય જનતાને જોરદાર ઝટકો લાગ્યો છે. આજે એક વાર ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે.

નવી દિલ્લીઃ નવરાત્રિના પહેલા દિવસે સામાન્ય જનતાને જોરદાર ઝટકો લાગ્યો છે. આજે એક વાર ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. આજે પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. છેલ્લા 11 દિવસમાં 11 વાર ડીઝલના ભાવમાં વધારો થયો છે જ્યારે પેટ્રોલના ભાવ 8 વાર વધ્યા છે. દેશના 20 રાજ્યોમાં હવે એક લિટર પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ઈંધણની કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

ગાંધીનગરઃ 100.06 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 103.24 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 109.25 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 100.75 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 103.36 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 106.52 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 107.09 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 98.06 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 100.13 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 111.45 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

ગાંધીનગરઃ 98.84 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 91.77 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 99.55 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 96.26 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 94.88 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 99.75 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 97.03 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 105.92 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 100.42 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 91.33 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

દેશના 20 રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે, અહીં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર ચાલી રહી છે. ભારત પેટ્રોલિયમ, ઈન્ડિયન ઑઈલ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ સહિત ઑઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સુધારો કરવામાં આવે છે. વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઈલની કિંમત અને માંગ બંને વધી ગઈ છે જેની અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડી રહી છે. બ્રેંટ ક્રૂડ 82.38 ડૉલર પર પહોંચી ગયુ છે અને આના કારણે ઈંધણના ભાવ વધ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X