
Fuel Rates: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે કોઈ ફેરફાર થયો છે કે નહિ, જાણો તમારા શહેરમાં રેટ
નવી દિલ્લીઃ દેશની ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના આજના ભાવ જાહેર કરી દીધા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે પણ કોઈ ફેરફાર થયો નથી. આજે પણ ઈંધણના ભાવ સ્થિર છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 32 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાલમાં ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 116 ડૉલરના સ્તરે છે. દેશભરમાં ઈંધણની કિંમતોમાં છેલ્લા ફેરફાર 22 મેના રોજ થયો હતો. કેન્દ્ર સરકારે 21 મેના રોજ પેટ્રોલ અને ડીઝલ પર લાગતી એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. 22 મે પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઉલ્લેખનીય છે કે ઈંધણના ભાવ રોજ સવારે 6 વાગે અપડેટ કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લી : 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ : 111.35 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.63 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.19 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.31 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.54 રુપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 101.94 રૂપિયા પ્રતિ લિટર
ગુરુગ્રામ: 97.18 રૂપિયા પ્રતિ લિટર
કેરળ: 117.17 રૂપિયા પ્રતિ લિટર
જયપુર: 108.48 રૂપિયા પ્રતિ લિટર
નોઈડા: 96.79 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 96.57 રૂપિયા પ્રતિ લિટર
તિરુવનંતપુરમ: 107.71 રૂપિયા પ્રતિ લિટર
પોર્ટબ્લેર: 84.10 રૂપિયા પ્રતિ લિટર
પટના: 107.24 રૂપિયા પ્રતિ લિટર
ભુવનેશ્વર: 103.19 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢ: 96.20 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 109.66 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લી : 86.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ : 97.28 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.24 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.95 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.07 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 92.28 રુપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 87.89 રૂપિયા પ્રતિ લિટર
ગુરુગ્રામ: 90.05 રૂપિયા પ્રતિ લિટર
કેરળ: 103.93 રૂપિયા પ્રતિ લિટર
જયપુર: 93.72 રૂપિયા પ્રતિ લિટર
નોઈડા: 89.96 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 89.76 રૂપિયા પ્રતિ લિટર
તિરુવનંતપુરમ: 96.52 રૂપિયા પ્રતિ લિટર
પોર્ટબ્લેર: 79.74 રૂપિયા પ્રતિ લિટર
પટના: 94.04 રૂપિયા પ્રતિ લિટર
ભુવનેશ્વર: 94.76 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢ: 84.26 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 97.82 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.