Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ થયા જાહેર, જાણો તમારા શહેરમાં આજના રેટ
સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવો પર આજે શું ફરક પડ્યો? જાણો અહીં.
નવી દિલ્લીઃ સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવો પર આજે બ્રેક લાગી છે. સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં કોઈ પરિવર્તન થયુ નથી. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. કાલે પેટ્રોલના ભાવમાં 3-35 પૈસા અને ડીઝલના ભાવમાં 34-38 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે જેના કારણે સામાન્ય જનતાને મુશ્કેલીમાં મૂકી દીધા છે. પેટ્રોલ અને ડીઝલમાં સતત થઈ રહેલા ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ઉલ્લેખનીય છે કે ઈંધણની કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ
ગાંધીનગરઃ 104.35 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી : 107.59 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ : 113.46 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા : 108.11 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ : 104.62 રૂપિયા પ્રતિ લિટર
બેંગ્લોર : 111.34 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ : 104.28 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ : 111.91 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢ : 103.55 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
ગાંધીનગરઃ 103.92 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 96.32 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 104.38 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 100.685 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 99.43 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 102.23 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 105.08 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 96.54 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢ : 96.03 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના હિસ્સામાં પેટ્રોલ અને ડીઝલના દરો પણ રેકૉર્ડ સ્તરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.
સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ પર હવે રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વધતી મોંઘવારી માટે સતત મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી પેટ્રોલ અને ડીઝલની કિંમતો સામે 14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી મોટાપાયે આંદોલન કરવા જઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
