
એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં GDP 20.1 ટકા વધ્યો, જાણો સંપૂર્ણ આંકડીય માહિતી
નવી દિલ્હી : એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં દેશનો GDP વૃદ્ધિ દર 20.1 ટકા રહ્યો છે. દેશની GDP વૃદ્ધિ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વિક્રમી ઉંચાઈએ પહોંચશે, તેની આગાહી પહેલાથી જ કરવામાં આવી રહી હતી. રોઇટર્સ પોલ મુજબ, ગત વર્ષના સમાન સમયગાળામાં નબળો બેઝ અને ગ્રાહક ખર્ચમાં તીવ્ર સુધારો વૃદ્ધિને સપોર્ટ આપવા માટે બંધાયેલ છે.
20 થી 25 ઓગસ્ટ સુધી 41 અર્થશાસ્ત્રીઓના મતદાનમાં આગાહી કરવામાં આવી હતી કે, ત્રણ મહિનાના ગાળામાં ભારતનો GDP 20.0 ટકા વધી શકે છે, જ્યારે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં 24.4 ટકાનો રેકોર્ડ ઘટાડો થયો હતો. RBI એ જૂન ક્વાર્ટરમાં GDPમાં વાર્ષિક ધોરણે 21.6 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો.

જાણો સંપૂર્ણ આંકડાઓ
પ્રથમ ત્રિમાસિક ગાળા (2011-12)માં ભારતની GDP પર 32.38 લાખ કરોડ રૂપિયા રહી હતી, જો કે, તે 2019-20ના પ્રથમ ક્વાર્ટરમાં 35.66 લાખ કરોડ રૂપિયાનાઆંકડા કરતા હજૂ પણ ઓછી છે, જે દર્શાવે છે કે, ભારત હજૂ સુધી કોવિડના કારણે મંદીમાંથી ઉભુ થયું નથી. બાંધકામ ક્ષેત્રની GVA (ગ્રોસ વેલ્યુ એડેડ) ગત વર્ષનીસરખામણીમાં 68.3 ટકા વધી છે.
બીજી તરફ સર્વિસ સેક્ટરની GVA એક વર્ષ અગાઉના સમયગાળામાં 3.7 ટકા વધી છે. અગાઉના ત્રિમાસિક ગાળામાં ભારતનીઅર્થવ્યવસ્થા 1.6 ટકા વધી હતી. સમગ્ર નાણાકીય વર્ષ 2020-21માં ભારતના જીડીપીમાં 7.3 ટકાનો ઘટાડો થયો છે.

ખાનગી અંતિમ વપરાશ ખર્ચ
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ખાનગી અંતિમ વપરાશ ખર્ચ રૂપિયા 17.83 લાખ કરોડ હતો, જે અગાઉના સમયગાળાની સરખામણીએ વધારે હતો,નપરંતુ 2019-20ના સ્તર કરતાં હજૂ પણ ઓછો છે.

8 મુખ્ય ઉદ્યોગો
જુલાઈમાં આઠ મુખ્ય ક્ષેત્રોમાં ઉત્પાદન 9.4 ટકા વધ્યું છે. તેની પાછળનું કારણ 2020 જેવા જ મહિનામાં લો-બેઝ હતું. કોરોનાની બીજા લહેર બાદ પ્રતિબંધોમાં રાહતનેજોતા આઠમાંથી સાત ક્ષેત્રોમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળી હતી.
ક્રૂડ ઓઇલ ઉદ્યોગને છોડીને અન્ય તમામ ક્ષેત્રે દર વર્ષે સુધારો દર્શાવ્યો છે. સિમેન્ટ ઉદ્યોગે 21.8 ટકાનીવૃદ્ધિ દર્શાવી છે, જ્યારે સ્ટીલ ઉદ્યોગે 9.3 ટકાની સારી વૃદ્ધિ દર્શાવી છે. આ આઠ ક્ષેત્રોમાં કોલસો, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઇનરી ઉત્પાદનો, સ્ટીલ, સિમેન્ટ, ખાતરઅને વીજળીનો સમાવેશ થાય છે.

આવક કેટલી હતી?
નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ચાર મહિનામાં એટલે કે, એપ્રિલ-જુલાઈમાં ભારતની રાજકોષીય ખાધ રૂપિયા 3.21 લાખ કરોડ (43.98 અબજ ડોલર) રહી હતી. બીજાશબ્દોમાં કહીએ તો, આખા વર્ષ માટે બજેટમાં રાજકોષીય ખાધનો લક્ષ્યાંક 21.3 ટકા હતો. આંકડા સૂચવે છે કે, ટેક્સ કલેક્શન 5.21 લાખ કરોડ રૂપિયા હતું, જ્યારે કુલખર્ચ 10.04 લાખ કરોડ રૂપિયા હતો.
એપ્રિલ-જુલાઇ દરમિયાન કુલ આવક 6,83,297 કરોડ રૂપિયા હતી. આ બજેટ અંદાજ 2021-22નો 34.6 ટકા છે. જેમાં 5,29,189કરોડ રૂપિયાની કર આવક, 1,39,960 કરોડ રૂપિયાની બિન-કર આવક અને 14,148 કરોડ રૂપિયાની બિન-દેવું મૂડીની રસીદો શામેલ છે. બિન-દેવું મૂડીની રસીદમાંરૂપિયા 5,777 કરોડની લોનની વસૂલાત અને રૂપિયા 8,371 કરોડની વિનિવેશની આવકનો સમાવેશ થાય છે.