For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાણાકિય વર્ષ 2015માં 7.4 ટકા જીડીપી ગ્રોથનો અનુમાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી: નાણાકિય વર્ષ 2015ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસીમાં માર્કેટ ભાવ પર દેશનો જીડીપી ગ્રોથ 7.5 ટકા રહ્યો છે. જ્યારે નાણાકિય વર્ષ 2015ની ત્રીજી ત્રિમાસીમાં હાલના ભાવ પ્રમાણે જીડીપી ગ્રોથ 9 ટકા રહ્યો છે.

નાણાકિય વર્ષ 2015ની પ્રથમ ત્રિમાસીની જીડીપી ગ્રોથ સંશોધિત થઇને 6.5 ટકા થઇ ગઇ છે. નાણાકિય વર્ષ 2015ની બીજી ત્રિમાસીમાં જીડીપી ગ્રોથ સંશોધિત થઇને 8.2 ટકા થઇ ગઇ છે. સાથે જ નાણાકિય વર્ષ 2015ની પ્રથમ ત્રિમાસીમાં જીડીપી ગ્રોથ હાલના ભાવ પર 12.8 ટકા રહ્યો, જ્યારે બીજી ત્રિમાસીમાં પણ 12.8 ટકા પર જ રહ્યો છે.

જ્યારે વર્ષ દર વર્ષેના આધાર પર નાણાકિય 2015માં જીડીપી ગ્રોથ 6.9 ટકાથી વધીને 7.4 ટકા રહેવાનું અનુમાન છે. સાથે જ હાલના ભાવ પર નાણાકિય વર્ષ 2015માં જીડીપી ગ્રોથ 13.6 ટકાના મુકાબલે 11.5 ટકા રહેવાનું અનુમાન છે.

દર વર્ષના આધાર પર નાણાકિય વર્ષ 2015માં માઇનિંગ સેક્ટરનો ગ્રોથ 5.4થી ઘટીને 2.3 ટકા રહેવાનું અનુમાન છે. વાર્ષિક આધાર પર નાણાકિય વર્ષ 2015માં કંક્સ્ટ્રક્શન સેક્ટરનો ગ્રોથ 2.5 ટકાથી વધીને 4.5 ટકા રહેવાનું અનુમાન છે. નાણાકિય વર્ષ 2015માં કૃષિ સેક્ટરનો ગ્રોથ 3.7 ટકાથી ઘટીને 1.1 ટકા રહેવાનું અનુમાન છે. વાર્ષિક આધાર પર નાણાકિય વર્ષ 2015માં ફાયનાન્સિયલ સેક્ટરનો ગ્રોથ 7.9 ટકાથી વધીને 13.7 ટકા રહેવાનું અનુમાન છે.

નાણાકિય વર્ષ 2015માં ઇંડસ્ટ્રી સેક્ટરનો ગ્રોથ 5.9 ટકા રહેવાનું અનુમાન છે. નાણાકિય વર્ષ 2015માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ 5.3 ટકાથી વધીને 6.8 ટકા રહેવાનું અનુમાન છે. નાણાકિય વર્ષ 2015માં સર્વિસ સેક્ટરના ગ્રોથ 10.6 ટકા રહેવાનું અનુમાન છે.

English summary
Economy is likely to grow at a faster pace of 7.4 per cent in the current fiscal as against 6.9 per cent in 2013-14, according to government's advance estimates for GDP based on the new calculation methodology.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X