For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીયોની કંપનીનો સીઈઓ જુગારમાં અરબો રૂપિયા હાર્યો

ક્યારેક ભારતીય માર્કેટમાં એક મોટી કંપની તરીકે ઉભરી રહેલી જીયોની કંપની હાલમાં તેના સૌથી ખરાબ સમયથી પસાર થઇ રહી છે.

|
Google Oneindia Gujarati News

ક્યારેક ભારતીય માર્કેટમાં એક મોટી કંપની તરીકે ઉભરી રહેલી જીયોની કંપની હાલમાં તેના સૌથી ખરાબ સમયથી પસાર થઇ રહી છે. હાલમાં આ કંપની દેવાળું ફૂંકવા તરફ આગળ વધી રહી છે. ખબર છે કે કંપની પોતાના સપ્લાયર્સને પૈસા આપવામાં સક્ષમ નથી અને લગભગ 20 સપ્લાયર્સ ઘ્વારા શેનજન ઇન્ટરમિડિયેટ પીપલ્સ કોર્ટમાં નાદારી માટે ફાઈલ કરવામાં આવી છે. જયારે બીજી બાજુ એવી ખબર આવી રહી છે કે કંપનીના સીઈઓ Liú Lìróng જુગારમાં 10 અરબ યુઆન (લગભગ 1 ખરબ રૂપિયા) હાર્યો છે. તેને પણ કંપનીના દેવાળાનું કારણ બતાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: સ્ટેમ્પ ડ્યૂટી શું છે, આ ફી ક્યા આધારે લગાવાય છે?

કંપનીનો સીઈઓ જુગારમાં અરબો રૂપિયા હાર્યો

કંપનીનો સીઈઓ જુગારમાં અરબો રૂપિયા હાર્યો

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની જીયોની દેવાળું ફૂંકવાની તૈયારી પર છે. ખબરો અનુસાર કંપનીના ચેરમેન Liú Lìróng જુગારમાં 10 અરબ યુઆન (લગભગ 97 અરબ 62 કરોડ 50 લાખ રૂપિયા) હારી ચુક્યા છે. સિક્યોરિટીઝ ટાઈમ્સ અનુસાર કંપનીના ચેરમેન Liú Lìróng ઘ્વારા જુગારમાં 10,04,98,32,000 રૂપિયા હારવાની વાત કબૂલ કરવામાં આવી છે. તેમને માન્યું કે તેઓ જુગારમાં ઘણા રૂપિયા હારી ચુક્યા છે પરંતુ તેઓ અંગત કારણો માટે જીયોની ફંડનો ઉપયોગ નથી કરતા.

એક સમયે ભારતીય માર્કેટની મોટી કંપની હતી જીયોની

એક સમયે ભારતીય માર્કેટની મોટી કંપની હતી જીયોની

તેમને કહ્યું કે તેમને કંપની ફંડમાંથી કેટલીક રકમ ઉધાર લીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે કંપનીનું દેવાળું ફૂંકવા માટેનું આ એક મોટું કારણ છે. ભારતીય માર્કેટમાં જીયોની પ્રમુખ કંપની લિસ્ટમાં રહી છે. જીયોની એક સમયે નોકિયા અને સેમસંગ જેવી મોટી બ્રાન્ડને ટક્કર આપી રહી હતી. પરંતુ હાલમાં આવેલી વિવો, શ્યોમી, ઓપ્પો અને હોનોર જેવી બ્રાન્ડ સામે ટક્કર લેવામાં અસમર્થ રહી.

દેવાળું ફૂંકવાની આરે

દેવાળું ફૂંકવાની આરે

કાઉન્ટર રિસર્ચ રિપોર્ટ અનુસાર વર્ષ 2017 શરૂઆતમાં જીયોનીએ સેલ્ફી સ્માર્ટફોન માર્કેટનો લગભગ 4.6 ટકા ભાગ પર કબ્જો કર્યો હતો. પરંતુ ત્યારપછી તેનું પ્રદર્શન સતત ઘટતું રહ્યું. હવે જોવાનું છે કે કંપની આ મોટી સમસ્યાથી બહાર આવી શકે છે કે નહીં.

English summary
Gionee's CEO Lost Billions In Gambling, Company At The End Of Bankruptcy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X