• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

9 મહિનામાં આવી શકે છે 2008 જેવી આર્થિક મંદી

|
Google Oneindia Gujarati News

તમને બધાને વર્ષ 2008ની આર્થિક મંદી તો યાદ હશે જ, જ્યારે હજારો લોકો બેરોજગાર થયા હતા અને કરોડોનું નુકશાન થયુ હતુ. એકવાર ફરી દુનિયાભરની અર્થવ્યવસ્થા પર મંદીના વાદળો છવાઈ રહ્યા છે અને આ મંદી વૈશ્વિક મંદી હશે. મૉર્ગન સ્ટેનલીના રિપોર્ટ અનુસાર આવનારા 9 મહિનામાં એક વાર ફરી આર્થિક મંદીના સંકેત મળી રહ્યા છે. આ વખતે મંદી માટે કયા કયા કારણો જવાબદાર છે તે તમે અહીં જણી શકશો.

દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારિક તણાવ દુનિયાને મંદી તરફ ધકેલનારુ સૌથી મોટુ જવાબદાર કારણ છે. મંદીના અન્ય વિશ્વસનીય કારણો પણ સામે આવી રહ્યા છે, જેમાં યીલ્ડનું ઉંધુ થવું. મંદી પહેલા પણ બ્રાન્ડ યીલ્ડના ગ્રાફનો કર્વ ઉંધો થયો હતો અને લગભગ એવા જ સંકેતો જણાઈ રહ્યા છે જે 2008ના આર્થિક સંકટ પહેલા જોવા મળ્યા હતા.

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉર પણ કારણ

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉર પણ કારણ

મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે જો અમેરિકા દ્વારા વેપાર યુદ્ધ ફરી ભડકે છે અને તે ચીનથી તમામ સામાનો પર શુલ્ક વધારી 25 ટકા કરી દે છે તો દુનિયામાં 3 ત્રિ-માસિકગાળાની અંદર જ મંદી આવી જશે. જો કે હાલ ભારતમાં મંદીના એટલા લક્ષણો દેખાતા નથી પણ વાહન ઉદ્યોગ જેવા કેટલાક ક્ષેત્રો પર મંદીની ખતરનાક અસર પડશે. ભારતની અર્થવ્યવસ્થામાં પાછલા 3 મહિના પડતીના જ રહ્યા છે અને વિકાસના સ્તરમાં પણ વધારો થયો નથી. ઔધોગિક ઉત્પાદન અને કોર ઈન્ફરાસ્ટ્રકચર બંને ક્ષેત્રોમાં પડતી જોવા મળી છે.

મંદીની અસર હેઠળ આવનારા પ્રમુખ દેશો

મંદીની અસર હેઠળ આવનારા પ્રમુખ દેશો

ઉપરાંત બ્રિટેનની અર્થવ્યવસ્થા અને અન્ય યુરોપીય અર્થવ્યવસ્થા પર મંદીનું મોટુ સંકટ વર્તાઈ રહ્યુ છે. બ્રેક્ઝિટને કારણે રાજકીય અનિશ્ચિતતાને કારણે ત્યાં બીજી ત્રિમાસિકમાં સકલ ઘરેલું ઉત્પાદનો સિમિત બન્યા. જેનાથી મંદીની શક્યતા વધી ગઈ છે.

બેંચમાર્ક નીતિદરોમાં ઘટાડો

બેંચમાર્ક નીતિદરોમાં ઘટાડો

તમને જણાવી દઈએ કે વૈશ્વિક ચૂકવણી વચ્ચે, વૈશ્વિક કેન્દ્રીય બેંક કાર્યવાહીમાં જોડાઈ ગઈ છે. ભારતે બેંચમાર્ક નીતિ દરોમાં 35 આધાર અંક, ન્યુયોર્કે 50 આધાર અંક અને થાઈલેન્ડે પણ 25 આધાર અંકનો ઘટાડો કર્યો છે. જો કે ભારતમાં મંદીનો ખતરો નથી, પણ સરકાર અને નીતિ નિર્માતા તેની અનદેખી કરી શકતા નથી અને તેમણે જરૂરી પગલા લેવા પડશે.

ઓટો સેક્ટરમાં સુધારો લાવવાની જરૂર

ઓટો સેક્ટરમાં સુધારો લાવવાની જરૂર

ભારતમાં ઓટો સેક્ટરની હાલત ઘણી ખરાબ છે. માંગમાં ભારે ઘટાડો આવ્યો છે, જીડીપીમાં તેનું યોગદાન 7 ટકા છે, જીએસટી કલેક્શનમાં તેનું 11 ટકા યોગદાન રહ્યુ છે. જ્યારે મેન્યુફેક્ચરિંગ જીડીપીમાં તેનું યોગદાન 50 ટકા જેટલું હતુ. મંદીને કારણે 300 ડીલરશીપ બંધ થઈ ચૂકી છે. હજારો લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે. તમામ રિપોર્ટનો દાવો છે કે જો આ સેક્ટરમાં મંદીમાંથી જલ્દી નહી નીકળાય તો આવનારા કેટલાક મહિનાઓમાં 10 લાકથી વધુ લોકો બેરોજગાર થઈ જશે. સાથે જ આ સેક્ટર સાથે પરોક્ષ રીતે જોડાયેલા લોકો પણ બેરોજગાર બની જશે.

English summary
Global Recession To Come Says Morgan Stanley
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X