For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનાની કિંમત સપ્તાહના પહેલા દિવસે રેકોર્ડ સ્તરે

સોમવારે સોના-ચાંદીની કિંમતોમાં પ્રારંભિક વેપારમાં વધારો જોવા મળ્યો. સોનાએ આજે પણ એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

સોમવારે સોના-ચાંદીની કિંમતોમાં પ્રારંભિક વેપારમાં વધારો જોવા મળ્યો. સોનાએ આજે પણ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સપ્તાહના પહેલા જ દિવસે સોમવારે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. જૂનમાં આ ત્રીજો મોકો છે જ્યારે સોનાના ભાવ 50 હજારની આટલી નજીક પહોંચી ગયા છે. સોમવારે દેશભરમાં સર્રાફા બજારોમાં 24 કેરડ સોનુ 366 રૂપિયા મોંઘુ થઈને 48600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયુ છે. વળી, ચાંદીમાં પણ સારો એવો વધારો થઈને 48614 રૂપિયે પ્રતિ કિલો પર જઈ ટક્યુ.

સોનાના ભાવમાં જોરદાર ઉછાળો

સોનાના ભાવમાં જોરદાર ઉછાળો

ભારતીય સરાફા બજારમાં જ નહિ પરંતુ વૈશ્વિક અને એમસીએક્સ સ્તરે પણ સોનાના ભાવમાં વધારાએ નવો રેકોર્ડ બનાવી લીધો. સોના સાથે સાથે ચાંદીની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે. સોમવારે ભારતીય સરાફા બજારો સાથે સાથે વૈશ્વિક સ્તરે પણ સોનાની કિંમતમાં મોટો વધારો જોવા મળ્યો. પરંતુ ભારતીય બજારની વાત કરીએ તો સોનાની કિંમતમાં બજાર ખુલતા જ 366 રૂપિયાનો મોટો વધારો થયો અને સોનુ પોતાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયુ. આ સોનાના હાજર ભાવ અત્યાર સુધીનો સૌથી ઉચ્ચતમ રેટ છે. વળી, 23 કેરેટ સોનાનો ભાવ પણ 364 ચડીને 48405 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયો. જ્યારે 22 કેરેટ સોનાનુ મૂલ્ય અત્યારે 336 રૂપિયા મોંઘુ થઈને 44518 અને 18 કેરેટનો 36450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયુ છે. વળી, ચાંદી પણ 329 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મજબૂતી થયુ છે.

ચાંદીમાં પણ આવી તેજી

ચાંદીમાં પણ આવી તેજી

સોના સાથે સાથે ચાંદીની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે. સોમવારે ચાંદીની કિંમતમાં 329 રૂપિયાની તેજી જોવા મળી. ચાદીની કિંમત આજે 48285 રૂપિયાથી વધીને 48614 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. ગયા સપ્તાહે શુક્રવારે દિલ્લીના સરાફા બજારમાં સોના 239 રૂપિયાની તેજી સાથે 49,058 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયો હતો. વળી, ચાંદી 845 રૂપિયાની તેજી સાથે 49,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.

સોનુ 6 મહિનામાં 20 ટકા મોંઘુ થયુ

સોનુ 6 મહિનામાં 20 ટકા મોંઘુ થયુ

ગયા વર્ષે લગભગ 25 ટકા ચડતુ સોનુ આ વર્ષે અત્યાર સુધી 20 ટકા પાસે પહોંચી ગયુ છે.ગ્લોબલ મંદી અને કોરોના સંકટા કારણે સોનાના કિંમતોમાં તગડો વધારો જોવા મળ્યો છે. ડૉલરની સરખામણીમાં રૂપિયો નબળો થવો અને અમેરિકા-ચીન વચ્ચે તણાવ પણ સોનાની કિંમત વધવાનુ એક કારણ છે. અત્યાર સુધી એમસીએક્સ પર સોનુ 47,355 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ચૂક્યો છે. ગયા મહિને સોનાએ 48000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયુ.

'કૃષ્ણ એન્ડ હીઝ લીલા', નવી ફિલ્મ જોઈ ભડક્યા લોકો, નેટફ્લિક્સ બૉયકૉટ કરવાની માંગ'કૃષ્ણ એન્ડ હીઝ લીલા', નવી ફિલ્મ જોઈ ભડક્યા લોકો, નેટફ્લિક્સ બૉયકૉટ કરવાની માંગ

English summary
Gold and silver have set a new record on the first day of the week on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X