Gold Rate: 8000 રૂપિયા સસ્તું થયું સોનુ, ખરીદવાનો સારો મોકો
નવી દિલ્હીઃ Gold and Silver Rate on 26th November 2020: સોના- ચાંદીની કિંમતમાં ગિરાવટ યથાવત છે. પાઠલા કેટલાય દિવસોથી સોનાના ભાવમાં ગિરાવટ જોવા મળી રહી છે. જ્યારે ચાંદીની કિંમતમાં પણ ઘટાડો નોંધાયો છે. સોનાની કિંમત 26 નવેમ્બર 2020ના રોજ ગગળીને 48805 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. જ્યારે આગામી દિવસોમાં સોનાની કિમતમાં વધુ ગિરાવટ આવવાની ઉમ્મીદ છે. સોનાના ભાવ પર શેર બજારમાં તેજીની અસર પડી છે. રોકાણકારોએ સોના પર હોલ્ડિંગ ઘટાડ્યું છે, જેને પગલે સોનાની કિંમતમાં ગિરાવટ આવી છે.

સસ્તું થયું સોનું
26 નવેમ્બર 2020ના રોજ સોનાની કિંમતમાં ગિરાવટ જોવા મળી છે. આજે સોના બજારમાં ફરી એકવાર સોના-ચાંદીના ભાવમાં ગિરાવટ આવી છે. આજે દેશભરના સોના બજારમાં ગોલ્ડની કિંમતમાં ગિરાવટ વી અને સોનું 48805 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. સોનાના હાજર ભાવમાં 130 રૂપિયાની ગિરાવટ આવી છે. જ્યારે ચાંદીનો હાજર ભાવ 301 રૂપિયા નીચે ગગળીને 59890 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.

સોનાનો આજનો ભાવ
સોનાની આજની કિંમત પર નજર ફેરવીએ તો ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલ તાજા રેટ મુજબ આજે 24 કેરેટની શુદ્ધતા વાળા સોનાની કિંમત 48935 રૂપિયાથી ગગળી 48805 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા છે. જ્યારે 23 કેરેટ વાળા સોનાની કિંમત 48610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. જ્યારે 22 કેરેટ વાળા સોનાની કિંમત 44705 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. જ્યારે 18 કેરેટ વાળા સોનાની કિંમત 36604 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે.

ચાંદીના આજના ભાવ
જો ચાંદીની વાત કરીએ તો ચાંદીની કિ્ંમતમાં 301 રૂપિયાની ગિરાવટ આવી છે. ચાંદી લાંબા સમયબાદ 60 હજાર રૂપિયાની નીચે પહોંચી ગઈ છે. ચાંદીની કિંમત આજે 60191 રૂપિયાથી નીચે ગગળી 59890 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. પાછલા ત્રણ દિવસોમાં ચાંદીની કિંમતમાં 2 હજાર રૂપિયાથી વધુની ગિરાવટ જોવા મળી છે, જે આગલા કેટલાક દિવસ સુધી ચાલુ રહેવાની સંભાવના જતાવવામાં આવી રહી છે.

8000 રૂપિયા સસ્તું થયું સોનું
7 ઓગસ્ટ 2020ના રોજ સોનું પોતાના ઓલ ટાઈમ હાઈ રેટ પર પહોંચી ગયું હતું. સોનાની કિંમત ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ હતી. સોનાના ભાવ 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. જો આ રેટથી આજના સોનાના ભાવની સરખામણી કરીએ તો સોનાની કિંમતમાં 8000 રૂપિયાની ગિરાવટ આવી ચૂકી છે. નવેમ્બરમાં ગોલ્ડ 4 ટકાથી વધુ સસ્તું થયું છે. જ્યારે પાછલા એક અઠવાડિયામાં સોનું 2.5 ટકા સસ્તું થઈ ચૂક્યું છે.

કેમ સસ્તું થાય છે સોનું
જણાવી દઈએ કે સોનાની કિંમતમાં ગિરાવટનું એક મોટું કારણ કોરોના વેક્સીન છે. બજાર જાણકારો મુજબ કોરોના વેક્સીનને લઈ આવેલા સમાચારોના કારણે સોનાની કિંમતો પર દબાણ વધ્યું છે. જ્યારે રોકાણકારો સોનાથી ધીરે ધીરો હોલ્ડિંગ ઘટાડી રહ્યા છે. મંગળવારે દિલ્હી સોના બજારમાં સોનાની કિંમત 48569 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાના ભાવ 1830 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું.

સોનાંથી હોલ્ડિંગ ઘટી રહ્યું છે
બજાર નિષ્ણાંતો મુજબ કોરોના વેક્સીનને લઈ આવેલા સમાચારોને કારણે કિંમતો પર દબાણ વધ્યું છે. જ્યારે રોકાણકારો ધીરે ધીરે હોલ્ડિંગ ઘટાડી રહ્યા છે. અમેરિકી પ્રેસિડેન્ટ જો બિડેને ફેડરલ રિઝર્વની પૂર્વ ચેરમેન જેનેટ યેલેનને અમેરિકાના આગલા ટ્રેઝરી સચિવ બનાવવાની તૈયારી કરી લીધી છે, જેને પગલે બજાર પર પણ અસર પડી છે.
Bharat Bandh: દેશવ્યાપી હડતાળના કારણે આજે બેંકોના કામકાજ રહેશે ઠપ્પ