For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોલર નરમ બનતા સોનાના ભાવમાં સહેજ વધારો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ડિસેમ્બર : આજે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવોમાં સહેજ વધારો નોંધાયો હતો. નોંધનીય છે કે ગઇકાલના ટ્રેડિંગ સેશનમાં સોનાની કિંમતોમાં અંદાજે 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા સેશનમાં સોનુ ત્રણ સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયું હતું. જ્યારે ઇન્ટરનેશનલ સ્પોટ ગોલ્ડ પ્રતિ ઔસના 1,180 ડોલરની કિંમતે ટ્રેડ થયું હતું.

gold-apple-1

હવે માર્કેટની નજર આજે જાહેર થનારા અમેરિકાના જીડીપીનાં આંકડા પર છે. કારણ કે તાજેતરમાં યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની વાતને ફગાવી દીધી હતી. જયારે સ્થાનિક બજારમાં સોનામાં સતત બીજા દિવસે દબાણ જોવા મળી રહ્યું છે. એમસીએક્સ પર સોનામાં ઘટાડા સાથેનો વેપાર જોવા મળી રહ્યો છે. ભાવ રૂપિયા 27000થી નીચી સપાટીએ પહોંચી ગયો છે.

આજે ચાંદીમાં પણ ચમક જોવા મળી રહી નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 16 ડૉલરની નીચે પહોંચી ગઈ છે. સ્થાનિક બજારમાં ચાંદીમાં ફલેટ કારોબાર જોવા મળી રહ્યો છે. કારોબારની શરૂઆતમાં ચાંદીમાં ફલેટ ટુ પોઝીટીવ મુવમેન્ટ જોવા મળી હતી. ચાંદીનો ભાવ રૂપિયા 37000ની નીચે જોવા મળી રહ્યો છે.

English summary
Gold Inches up on Weak Dollar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X