For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જરૂરના સમયે કઇ લોન સારી? ગોલ્ડ લોન કે પર્સનસ લોન?

|
Google Oneindia Gujarati News

દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક આર્થિક સંકટ આવી ચડે છે. આવા સમયે સરળતાથી લોન મેળવવી મુશ્કેલ બને છે. મેડિકલ કે એક્સિડન્ટ જેવી ઇમર્જન્સીમાં વ્યક્તિ દસ્તાવેજો અને લાયકાત કે જરૂરિયાતની રકમ મેળવવા માટે કોઇ વસ્તુ ગિરવે મુકી શકે તેવી સ્થિતિ હોતી નથી.

આવા સમયે સોનુ હાથવગુ બની રહે છે. જેના આધારે વ્યક્તિને ગોલ્ડ લોન મળી શકે છે. આ ઉપરાંત આપ પર્સનલ લોન પણ લઇ શકો છો.

અહીં આપના વિકલ્પની સરળતા માટે અમે બંને પ્રકારની લોન વચ્ચે તુલના દર્શાવી રહ્યા છીએ...

stock-market-19.

લાયકાત
આપને સોનાની લોન મેળવવા માટે સેલરી સ્લિપ, ક્રેડિટ કાર્ડ હિસ્ટ્રી આપવાની જરૂર રહેતી નથી. આવી સ્થિતિમાં બેરોજગાર કે અભણ વ્યક્તિ સોનાની સામે લોન લઇ શકે છે. સોના સામે કેટલી લોન મળે છે તેનું મૂલ્ય આપની પાસે કેટલું સોનુ છે તેના પર રહેલો છે.

જ્યારે પર્સનલ લોન પગારદાર, સ્વરોજગાર ધરાવતા કે પ્રોફેશનલ વ્યક્તિઓને મળે છે. જો કે આ લોન ત્યારે જ મળે છે જ્યારે વ્યક્તિની લોન ચૂકવવાની ક્ષમતા સારી હોય.

દસ્તાવેજો
ગોલ્ડ લોન મેળવવામાં વધારે દસ્તાવેજોની જરૂર રહેતી નથી. ગોલ્ડ લોન લેવા માટે થોડા દસ્તાવેજો અને આઇડી પ્રુફ અને એડ્રેસ પ્રુફ જરૂરી છે.

પર્સનલ લોન મેળવવા માટે છેલ્લા 3 મહિનાની સેલરી સ્લિપ, 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, છેલ્લા 15 દિવસનું ક્રેડિટ અપડેટ, ઓળખનો પુરાવો અને એડ્રેસ પ્રુફ જરૂરી છે. અન્ય કોઇ પ્રકારની લોનમાં લોન શિડ્યુલ્ડ આપવું જરૂરી છે. બેંક સ્ટેટમેન્ટ વગેરે વિગતો આપવી જરૂરી છે.

વ્યાજના દર
પર્સનલ લોનની સરખામણીમાં ગોલ્ડ લોનના વ્યાજ દર ઓછા હોય છે. સામાન્ય રીતે ગોલ્ડ લોન 12થી 16 ટકાના વ્યાજ દરે મળે છે. જ્યારે પર્સનલ લોન 15થી 26 ટકાના વાર્ષિક વ્યાજ દરે મળે છે.

લોનનો સમયગાળો
ગોલ્ડ લોન મેળવવા માટે કેટલાક કલાકો જ લાગે છે. જેના કારણે ઇમર્જન્સીના સમયમાં તે ઉપયોગી બને છે. આ લોન એક વર્ષથી 3 વર્ષ સુધીની હોય છે. કેટલીક બેંકો લોન પ્રિપેમેન્ટ ચાર્જ વસૂલતી નથી.જ્યારે પર્સનલ લોન મેળવતા કેટલાક દિવસનો સમય જાય છે. આ પ્રક્રિયા વેરિફિકેશનને કારણે ચાલે છે.

ફી
ગોલ્ડ લોનમાં પ્રોસેસિંગ ફી ચાર્જ વસૂલ કરવામાં આવતો નથી. જો કે તેમાં સોનાના વેલ્યુએશનનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે. જ્યારે પર્સનલ લોન પર બેંક 2થી 3 ટકા પ્રોસેસિંગ ચાર્જ વસૂલ કરે છે.

English summary
Gold Loan or Personal Loan? Which One To Choose When in Need?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X