ગોલ્ડ લોન : વ્યાજના દરોની તુલના
ભારતમાં ઘણી કંપનીઓ દ્વારા ગોલ્ડ લોન એટલે કે સોના સામે લોન આપવામાં આવે છે. ટૂંકા ગાળાની આર્થિક જરૂરિયાતને સંતોષવા માટે ઘણા લોકો ગોલ્ડ લોનનો માર્ગ અપનાવે છે. જો કે આ પ્રકારની લોન સૌથી લોન પૈકી એક છે. તેને અત્યંત ઇમર્જન્સીના સમયે જ લેવી જોઇએ.
ગોલ્ડ લોન ઘરેણાના મૂલ્યને આધારે મળે છે. લોનના સમયગાળા દરમિયાન આપે વ્યાજ ચૂકવવું પડે છે. આ કારણે આપણે વિવિધ ગોલ્ડ લોન પર મળતું વ્યાજ સરખાવીએ...

મુથુટ ફાઇનાન્સ
ભારતમાં મુથુટ ફાઇનાન્સ સૌથી મોટો ગોલ્ડ લોન પોર્ટફોલિયો ધરાવે છે. કેરાલા સ્થિત આ કંપની વિવિધ પ્રકારની સ્કીમ્સ ધરાવે છે. તેમાં એક મહિનાથી લઇને 12 મહિના અને 36 મહિના સુધીના સમયગાળાની હોય છે. તેમાં વ્યાજના દર 14 ટકાથી 26 ટકાની વચ્ચે હોય છે. 12થી 36 મહિનાના સમયગાળા માટે ફ્લેટ 11 ટકા વ્યાજ છે.

મન્નાપુરમ ફાઇનાન્સ
કેરાલા સ્થિત મન્નાપુરમ ફાઇનાન્સ ત્રણ મહિનાથી એક વર્ષના ગાળા માટે ગોલ્ડ લોન આપે છે. જેના માટે 18 ટકાથી 21 ટકાનું વ્યાજ ચૂકવવું પડે છે.

એક્સિસ બેંક
એક્સિસ બેંક 14.5 ટકાથી 15.5 ટકાની વચ્ચે ગોલ્ડ લોન આપે છે. ઓવરડ્યુ એમાઉન્ટપર બેંક 2 ટકા પેનલ્ટી ચાર્જ લગાવે છે.

પંજાબ નેશનલ બેંક
પંજાબ નેશનલ બેંક કયા હેતુથી લોન લેવામાં આવી છે તેના આધારે ગોલ્ડ લોન ઇન્ટરેસ્ટ રેટ્સ નક્કી કરે છે. તેમાં બેઝિક રેટ વત્તા 1.5 ટકા ના આધારે લોન આપે છે. કૃષિ સિવાયના ઉત્પાદનો માટે બેઝ રેચ વત્તા 2.5 ટકાના દરે લોન આપે છે.

ઇન્ડિયન બેંક
ઇન્ડિયન બેંક સોનાના ઘરેણાના માર્કેટ મૂલ્યના 70 ટકા જેટલી લોન આપે છે. તેના પર 11.75થી 13.75 ટકા જેટલું વ્યાજ વસુલ કરે છે.

ગોલ્ડ લોન પર લેવાતા ચાર્જીસ
ગોલ્ડ લોન આપતી કંપનીઓ તેને કંપ્લેટ પ્રોસેસ ચાર્જ વસૂલ કરે છે. જેમાં લોન પ્રોસેસિંગ, વેલ્યુએશન ચાર્જીસ, લેટ પેમેન્ટ, પ્રી પેમેન્ટ વગેરે જેના ચાર્જીસનો સમાવેશ થાય છે.