સોનાની કિંમતમાં ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી
નવી દિલ્હીઃ અઠવાડિયાના પહેલા દિવસથી જ સોનાની કિંમતમાં વધારો થયો છે. વૈશ્વિક બજારમાં કમજોર રૂખ સાથે સ્થાનીય આભૂષણ વિનિર્માતાઓની માંગ ઘટવાના કારણે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનાની સાથોસાથ ચાંદીની કિંમતમાં પણ સુધારો થયો છે. ચાંદીની કિંમતમાં 150 રૂપિયાનું નુકસાન થયું છે અને ચાંદી 41000 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.
બજારના જાણકારો મુજબ કમજોર વૈશ્વિક રૂખની સાથોસાથ સ્થાનીય આભૂષણ ઉત્પાદકોની માંગ ઘટવાથી સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. જો વૈશ્વિક સ્તર પર જોઈએ તો અહીં પણ સોનાની કિંમતમાં નુકસાન થયું છે. ન્યૂયોર્કમાં સોનું 0.24 ટકાના કડાકા સાથે 1312 ડોલર પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.51 ટકાના નુકસાનથી 15.82 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ છે. દિલ્હીના સોની બજારમાં 99.9 ટકા શુદ્ધતા વાળા સોનાની કિંમત 34225 રૂપિયા અને 99.5 ટકા શુદ્ધતા વાળા સોનાની કિંમત 34075 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. જ્યારે 8 ગ્રામ વાળા ગિન્નીની કિંમત 26100 રૂપિયા પર સ્થિર રહી.
જો ચાંદીની કિંમતની વાત કરીએ તો સોનાની જેમ જ ચાંદી 150 રૂપિયાના કડાકા સાથે 41000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. જ્યારે ચાંદીના સિક્કા 80000 રૂપિયા અને 81000 રૂપિયા પ્રતિ સો પર રહ્યો.
પરોપકાર કરવામાં મુકેશ અંબાણી પણ ટોચ પર, જાણો કેટલું દાન કર્યું