Gold Price Today : સોનાના ભાવમાં ઘટાડો, જાણો 2024 પુરૂ થતા સુધીમાં ભાવ ક્યાં પહોંચશે?
આજે ઘટાડા સાથે સોનાનો વેપાર શરૂ થયો છે. નિષ્ણાતો અનુસાર, 2024માં સોનું સારી કમાણી આપી શકે છે. જાણકારોના મતે 2024માં સોનાના ભાવમાં સારો વધારો થઈ શકે છે.
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ અનુસાર આજે સોનાનો ભાવ 62661 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ખુલ્યો. જ્યારે છેલ્લા ટ્રેડિંગ દિવસે 62707 રૂપિયા હતો.

આજે સોનું તેની ઓલ ટાઈમ હાઈથી 791 રૂપિયા સસ્તું વેચાઈ રહ્યું છે. 28 ડિસેમ્બર 2023ના રોજ સોના ભાવ ઓલટાઈમ હાઈ હતા. આ દિવસે સોનું 63452 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું.
આજે ચાંદીનો ભાવ 71714 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યો છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે ચાંદી 72140 પ્રતિ કિલોગ્રામના દરે બંધ થઈ હતી. આમ આજે ચાંદીનો ભાવ 426 પ્રતિ કિલોના ઘટાડા સાથે
ચાંદી 5220ના ઉછાળા સાથે તેના ઓલટાઇમ હાઈની નીચે કારોબાર કરી રહી છે. 30 નવેમ્બર 2023ના રોજ ચાંદીએ 76934ની ઓલટાઈમ હાઈ સપાટી બનાવી હતી.
બુલિયન માર્કેટની તેજી 2024માં પણ ચાલુ રહી શકે છે. નિષ્ણાતોના મતે વાયદા બજારમાં સોનાનો ભાવ 68000 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરને સ્પર્શી શકે છે. ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝ અનુસાર, સોનાની કિંમત 66,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.
એચડીએફસી સિક્યોરિટીઝના મતે સોનાનો ભાવ 67,000 સુધી જઈ શકે છે. મોતીલાલ ઓસવાલના મતે પ્રતિ 10 ગ્રામની કિંમત 66,000નું સ્તર બતાવી શકે છે. SMC ગ્લોબલ અનુસાર, સોનાનો ભાવ 68,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.












Click it and Unblock the Notifications
