For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનાની કિંમતમાં આવ્યો ઉછાળો, સોનું હજુ થઈ શકે મોંઘું

સોનાની કિંમતમાં આવ્યો ઉછાળો, સોનું હજુ થઈ શકે મોંઘું

|
Google Oneindia Gujarati News

સોનાની કિંમતમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર સોનાના ઓક્ટોબર કોન્ટ્રાક્ટના ભાવ 40 રૂપિયા કે 0.13 ટકાની તેજી સાથે 29943 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે. જણાવી દઈએ કે ઘરેલુ એક્સચેન્જ પર ચાંદીના સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ 116 રૂપિયા અથવા 0.13 ટકાની તેજી સાથે 371200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. જ્યારે બીજી તરફ વિદેશી બજારમાં સોનાની કિંમતોની વાત કરીએ તો ત્યાં ભાવ 1200 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે. જણાવી દઈએ કે પાછલા એક અઠવાડિયામાં સોનામાં 20 ડોલર સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.

આ કારણે સોનામાં આવી તેજી

આ કારણે સોનામાં આવી તેજી

જો કે ગ્લોબલ કોમોડિટી રિસર્ચ હેડ તરુણ સત્સંગી મુજબ અમેરિકાના કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વના ચેરમેને પોતાના નિવેદનમાં જણાવ્યું કે ડોલર ઈન્ડેક્સમાં નરમી જોવા મળી છે. જેનાથી સોનાને સપોર્ટ મળ્યો છે. આ વાતની જાણકારી આપતા શુક્રવારે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પૉવેલે કહ્યું હતું કે અમેરિકી અર્થવ્યવસ્થામાં રિકવરી માટે જરૂરી છે કે ધીરે-ધીરે વ્યાજમાં વધારો કરવામાં આવી.

વ્યાજ દર વધારવાની જરૂર

વ્યાજ દર વધારવાની જરૂર

ઉપરાંત તેમણે કહ્યું કે ધીરે-ધીરે વ્યાજ દર વધારવાથી જૉબ ગ્રોથમાં મજબૂતી આવશે. એટલું જ નહીં મોંઘવારી પણ કાબૂમાં રહેશે. આ નિવેદન બાદ ડોલર નબળો પડ્યો છે. સામાન્ય રીતે જ્યારે પણ ડોલરમાં કમજોરી આવે છે તો સોનાની કિંમતને સપોર્ટ મળે છે, કેમ કે આનાથી સોનાની હોલ્ડિંગ લાગત ઘટે છે.

કેટલી ટકાઉ છે સોનામાં તેજી

કેટલી ટકાઉ છે સોનામાં તેજી

જણાવી દઈએ કે હેઝ ફંડોએ કૉમેક્સ ગોલ્ડમાં પોતાની નેટ શૉર્ટ પોજીશન વધારી છે. ત્યારે 21 ઓગસ્ટે ખતમ અઠવાડિયે હેજ ફંડોની સોનામાં શોર્ટ પોઝિશન 1306 કોન્ટ્રાક્ટ અને વધીને 78579 કોન્ટ્રાક્ટ પર પહોંચી ગઈ છે. આ ઈતિહાસમાં પહેલી વખત બન્યું્ કે સોના પર હેજ ફંડોની આટલી શોર્ટ પોઝિશન બની હોય. આનાથી ખ્યાલ આવે કે હેજ ફંડ સોનાને લઈને બુલિશ નથી.

English summary
Gold prices have also seen strongness on Monday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X