For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનાના ભાવમાં રૂપિયા 500નો ઉછાળો, ચાંદીની ચમક વધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 ડિસેમ્બર : આજે બુલીયન માર્કેટમાં આવેલી તેજીએ ગઈકાલની મંદીને ભુલાવી દીધી હતી. આજે સોનામાં પ્રતિ 10 ગ્રામે રૂપિયા 500 અને ચાંદીમાં રૂપિયા 1000નો ઉછાળો નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ભારે અફડાતફડી રહી હતી.

બુલીયન માર્કેટમાં આજે ફરી તેજીનો માહોલ જોવા મળ્‍યો હતો. બુલીયન માર્કેટમાં સોનાનો ભાવ વધીને 1202 ડોલર થતા સ્‍થાનિક બજારમાં સોનામાં એક જ ઝાટકેરૂપિયા 500નો ઉછાળો નોંધાયો હતો.

નોંધનીય છે કે ગઈકાલે રાત્રે સોનુ સ્‍ટાન્‍ડર્ડ 10 ગ્રામના ભાવ રૂપિયા 26,400 હતો. તે વધીને આજે બપોરે રૂપિયા 26,900 થયા હતા. સોનાના બિસ્‍કીટમાં પણ રૂપિયા 5000નો તોતીંગ ઉછાળો થયો હતો.

સોનાના બિસ્‍કીટ પ્રતિ 100 ગ્રામના ભાવ રૂપિયા 2,64,000 હતા તે વધીને રૂપિયા 2,69,000ની સપાટીએ પહોંચ્‍યા હતા. સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો ચળકાટ જોવા મળ્‍યો હતો. બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનિક બજારમાં ચાંદીમાં રૂપિયા 1000 વધી ગયા હતા. ગઈકાલે રાત્રે ચાંદી ચોરસા (1 કિલોના ભાવ) રૂપિયા 35,500 હતા તે વધીને આજે બપોરે રૂપિયા 36,500 થયા હતા.

English summary
Gold prices soar by Rs 500 in biggest single day gain this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X