For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનાના ભાવ માર્ચ 2015 સુધી વધશે નહીં : એસોચેમ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર : વર્તમાન સમયમાં સોનાના ભાવ છેલ્લા એક વર્ષમાં સૌથી નીચી સપાટીએ ચાલી રહ્યા છે. આગામી છ મહિના સુધી સોનાના ભાવ આ જ સપાટીએ સ્થિર રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ક્ષેત્રના એક્સપર્ટ્સનું કહેવું છે કે સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 26,600 થી રૂપિયા 27,900 વચ્‍ચે સ્‍થિર રહેશે. આ અંગે વાણિજય અને ઉદ્યોગ સંગઠન એસોચૈમના અહેવાલ મુજબ વિશ્વના સૌથી મોટા બીજા ક્રમના સોનાના વપરાશકાર દેશ ભારતમાં હવે તહેવારો તેમજ લગ્નસરાની સીઝન આવી રહી છે. આમ છતાં સોનાની માંગ સ્‍થિર રહેશે.

gold-apple

એસોચૈમના અહેવાલ બુજબ વિશ્વના વિભિન્‍ન દેશોમા રાજનિતિક તણાવ જેવા કે ઇરાકમાં ઇએસઆઇએસની પ્રવૃતિઓ વિસ્‍તારવી, સિરીયાની તંગદિલી અસર પશ્ચિમ એશિયાઇ દેશોમા ફેલાય, યુક્રેનમાં દરમિયાનગીરી કરવાથી રશિયા પર પશ્ચિમ દેશોનો પ્રતિબંધ, હોગકોંગમાં લોકતંત્રના સમર્થનમાં પ્રદર્શનને કારણે રોકાણકારો માટે સોનાના રોકાણ સુરક્ષિત રહેશે.

અહેવાલ મુજબ આંતર રાષ્‍ટ્રીય બજારમા સોનાનો ભાવ ઘટીને 1200 ડોલર પ્રતિ ઔસથી પણ નીચો આવ્‍યો છે. પરંતુ જગતના મુખ્‍ય ચલણ યુરો પાઉન્‍ડ અને યેનની તુલનાએ ડોલર મજબુત થવાથી ભારતીય બજારમા તેની ખાસ અસર નહી રહે અને સ્‍થિરતા રહેવાની આશા છે.

એસોચૈમએ એવી શક્યતા પણ વ્યક્ત કરી છે કે આ સ્‍થિતિમાં સોનાની આયાતનીતિમાં ફેરફારની આશા રાખી શકાય નહિ. રૂપિયા સામે ડોલર મજબુત થવાની આશા છે. જો કે વૈશ્વિક માંગ નબળી હોવા છતાં સોનાના ભાવમાં વધુ ઘટાડો થશે નહિ. ભારત અને ચીનમાં વિશ્વને અંદાજે 60 ટકા સોનાનો વપરાશ થાય છે આ બન્‍ને દેશની અર્થ વ્‍યવસ્‍થા માંગને સતત પ્રોત્‍સાહિત રહે છે.

અહેવાલમાં જણાવ્‍યું છે કે દશેરા, દુર્ગાપૂજા, દિવાળી, ક્રિસમસ, નવા વર્ષના પ્રસંગે ભારતના છૂટક વપરાશકારોની માંગ વધશે જેના કારણે સોનામાં રોકાણ વધી શકે છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં સોનાનો ભાવ રૂપિયા 26,900થી રૂપિયા 32,000 પ્રતિ 10 ગ્રામ વચ્‍ચે હતો જે માંગમાં વધારો કરી શકે છે.

English summary
Gold prices will be steady till March 2015 : Assochem
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X