1 જાન્યુઆરી 2020થી સોનું ખરીદવાના નિયમો બદલાઈ જશે, જાણો
નવી દિલ્હીઃ જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખાસ છે, કેમ કે સોનાની ખરીદી સાથે જોડાયેલ કેટલાક નિયમોમાં બદલાવ થવા જઈ રહ્યો છે. પહેલી જાન્યુઆરી 2020થી સોનાની ખરીદી સાથે જોડાયેલ મોટા નિયમોમાં બદલાવ થવા જઈ રહ્યો છે. લાંબા સમય બાદ સોનાની હૉલમાર્કિંગને અનિવાર્ય કરી દેવામાં આવી છે. 1 જાન્યુઆરીથી સોનાના જ્વેલરી માટે હૉલ માર્કિંગ બહુ જરૂરી છે. કંઝ્યૂમર અફેર્સ મંત્રાલયે 1 જાન્યુઆરીથી સોનાની હૉલમાર્કિંગ ફરજિયાત કરી દીધી છે.
માનવામાં આવી રહ્યું છે કે આ અઠવાડિયે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવી શકે છે. જ્યાં ગ્રાહકોને આ નિયમનો ફાયદો થશે ત્યાં જ જ્વેલર્સ પર ભારે અસર પડશે. જણાવી દઈએ કે હાલ માત્ર 40 ટકા જ્વેલરી પર જ હૉલમાર્કિંગ કરવામાં આવે છે. હૉલમાર્કિંગ સોનાની સુદ્ધતાનું પ્રમાણ છે. સરકાર 14 કેરેટ, 16 કેરેટ, 18 કેરેટ, 20 કેરેટ અને 22 કેરેટની જ્વેલરીનું હૉલમાર્કિંગ ફરજિયાત કરશે, જેના માટે દેશભરમાં કેટલાય હૉલમાર્કિંગ સેન્ટર ખોલવામાં આવશે.
માનવામાં આવી રહ્યું છે કે આ નિયમ શહેરોમાં 1 જાન્યુઆરીથી લાગૂ કરી દેવામાં આવશે, પરંતુ ગ્રામીણ ક્ષેત્રોમાં પહોંચવા માટે 1 વર્ષ જેટલો સમય લાગી જશે. આ હૉલમાર્કિંગથી જ્વેલરીમાં કેટલાં સોનાનો ઉપયોગ કરાયો તે માલૂમ પડે છે.
વિરોધ વચ્ચે રાજ્યસભાના માર્શલના નવા પોશાકમાં બદલાવ થઈ શકે