Gold Rate Today: સોનાનો ભાવ આજે વધ્યો કે ઘટ્યો? જાણો અહીં 22 અને 24 કેરેટ ગોલ્ડની લેટેસ્ટ કિંમત
Gold Rate Today (11 August 2025): શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણની શરુઆતની સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. તેમજ રક્ષાબંધન પછી સોનાના ભાવએ રેકોર્ડ તોડી નાખ્યો હતો. જોકે સોનામાં ધરખમ વધારા બાદ આજે 11 ઓગસ્ટે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યોં છે?

સોનાનો શું છે ભાવ ?
Gold Price Today: દિલ્હીમાં 10 કેરેટ સોનાનો ભાવ એ તમામ રેકોર્ડ તોડી નાખ્યો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,03,180 રૂપિયા પર પહોંચી ગયો છે. 22 કેરેટનો ભાવ 94,590 રૂપિયા પર છે. આજે 22 અને 24 કેરેટ સોનાના ભાવમાં માત્ર 10 રુપિયાનો ઘટાડો નોંધાયો છે.
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 94,440 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,03,030 રૂપિયા છે. આ સાથે સુરત, અમદાવાદ, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 94,490 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,03,080 રૂપિયા છે.
ચાંદીનો શું છે ભાવ ?
Silver Price Today: અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો, છેલ્લા અઠવાડિયા દરમિયાન વધઘટ જોવા મળ્યા પછી, આજે 11 ઓગસ્ટના રોજ ચાંદીના ભાવમાં પણ 100 રુપિયાનો ધટાડો નોંધાયો છે. આજે ચાંદી 1,16,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.
ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.












Click it and Unblock the Notifications
