Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો ? જાણો આજની લેટેસ્ટ કિંમત
Gold Rate Today (17 August 2025): શ્રાવણની શરૂઆતની સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી હતી. ત્યારે ગઈકાલે જનમાષ્ટમીના દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો જે બાદ આજે 17 ઓગસ્ટના રોજ પણ બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલો છે?

સોનાનો શું છે ભાવ ?
Gold Price Today: દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,01,330 રૂપિયા પર પહોંચી ગયો છે. 22 કેરેટનો ભાવ 92,900 રૂપિયા પર છે. ત્યારે આજે 22 અને 24 કેરેટ સોનાના ભાવમાં રુ 40નો ઘટાડો નોંધાયો છે.
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 92,750 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,180 રૂપિયા છે. આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 92,800 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,230 રૂપિયા છે.
ચાંદીનો શું છે ભાવ ?
Silver Price In India Today (17 Aug 2025): દેશના મોટા રાજ્યોમાં 1 કિલો ચાંદીનો ભાવ 1,16,200 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના ભાવ સ્થિર રહ્યા છે.
ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.












Click it and Unblock the Notifications
