Gold Rate Today: સોનાના ભાવમાં આવ્યો ઘટાડો, જાણો આજની લેટેસ્ટ કિંમત
Gold Rate Today (21 August 2025): આજે બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં ફરી વધઘટ જોવા મળી છે. 21 ઓગસ્ટના રોજ બજાર ખુલતા જ સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. તે સાથે હવે ચાંદીના ભાવ પણ ઘટવા લાગ્યા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં સોનાનો ભાવ શું છે?

સોનાનો શું છે ભાવ ?
Gold Price Today: દિલ્હીમાં 10 ગ્રામ સોનાના ભાવમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,00,290 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 91,940 રૂપિયા પર છે.
Gold Rate Today: હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 91,790 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,140 રૂપિયા છે. આ સાથે સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 91,840 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,190 રૂપિયા છે.
ચાંદીનો શું છે ભાવ ?
Silver Price In India Today (21 August 2025): દેશના મોટા રાજ્યોમાં 1 કિલો ચાંદીનો ભાવ 1,14,900 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.
ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.












Click it and Unblock the Notifications
