ડોલર મજબૂત બનતા આંતરરાષ્ટ્રીય સોનાની કિંમતો તૂટતા સોનાના ભાવ ઘટ્યા
આજે ફોરેક્સ માર્કેટમાં ડોલર મજબૂત બનતા આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવ તૂટ્યા હતા, જેના પગલે ભારતમાં સોનાની કિંમતો ઘટી હતી. આંતરરાષ્ટ્રી બુલિયન માર્કેટમાં પણ અમેરિકાના પોઝિટિવ ઇકોનોમિક ડેટાએ રોકાણકારોના વિચારને અસર કરી હતી.
ભારતમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ)માં ડિેસેમ્બર ડિલિવરી માટે ગોલ્ડ ફ્યુચર 0.80 ટકા એટલે કે રૂપિયા 206 ઘટીને રૂપિયા 25,616ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યા હતા.
સોનાની કિંમતો ઘટતા સોનામાં રોકાણ કરનારાઓમાં આકર્ષણ વધ્યું હતું. જ્યારે કેટલાકે સોનાની કિંમતોમાં વધુ ઘટાડો થવાની આશા વ્યક્ત કરી હતી.
વર્તમાન સમયમાં સોનામાં રોકાણને હકારાત્મક માનવામાં આવતું નથી. કારણ કે અન્ય ચલણ સામે ડોલર વધારે મજબૂત બન્યો છે. મજબૂત આર્થિક વૃદ્ધિ દર્શાવે છે કે રોકાણકારે સોના કરતા ઇક્વિટીમાં રોકાણ કરવાને પ્રાધાન્ય આપશે. ભારતમાં 10 ગ્રામ સ્પોટ ગોલ્ડનો ભાવ રૂપિયા 25,824 જોવા મળ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રતિ ઔંસ સોનાની કિંમતો 1,152.32 ડોલર રહી છે. આ સકારાત્મક અસર યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા અમેરિકાના અર્થતંત્રમાં જોવા મળેલા સુધારાને પગલે વધારેલા વ્યાજદરોને કારણે વલણ બદલાયું છે.