
Gold Rate : સોનુ એક સ્ટ્રોકમાં 1200 રૂપિયા સસ્તું, ચાંદી 60 હજારથી નીચે
Gold Rate : તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. લોકો દુર્ગા પૂજા, દિવાળી જેવા તહેવારો પર સોનાની ધરખમ ખરીદી કરે છે. દુર્ગા પૂજા પહેલા જ સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં ફરી મંદી આવી છે. સોનાની કિંમત તેના સૌથી ઉંચા ભાવથી ઘટીને 11 હજાર થઈ ગઈ છે. આ સાથે ચાંદીનો ભાવ રૂપિયા 60,000 ની નીચે આવી ગયો છે.

સોનું થયું સસ્તું
સોનાની કિંમત પર નજર કરીએ તો તેની કિંમત 46 હજારની નજીક પહોંચી ગઈ છે અને ચાંદી 60 હજાર રૂપિયા પ્રતિ કિલોથી નીચે આવી ગઈ છે. ભારતીય બજારમાંમંગળવારના રોજ સતત બીજા દિવસે સોનાના ભાવ ઘટ્યા હતા. વૈશ્વિક સંકેતોમાં નબળાઈએ સોનાના ભાવને અસર કરી હતી. સોનું 0.25 ટકા ઘટીને 46,160 રૂપિયાપ્રતિ 10 ગ્રામ થયું હતું. જ્યારે MCX પર ઓક્ટોબર ડિલિવરી માટે સોનાની કિંમત 461,60 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જ્યારે ડિસેમ્બર ડિલિવરી માટે સોનાનો ભાવ105 રૂપિયા ઘટીને 46,322 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો.

24 કેરેટથી 18 કેરેટ સોનાનો ભાવ
સોનાની કિંમત પર નજર કરીએ તો ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ 24 કેરેટ શુદ્ધતાવાળા સોનાનો ભાવમંગળવારે 46,404 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ખૂલ્યો હતો, જ્યારે 23 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 46,218 રૂપિયા પર પહોંચી ગયો હતો.
આ સિવાય 22 કેરેટસોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 42,506 રૂપિયા હતો, જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 34,803 રૂપિયા પર પહોંચ્યો હતો. જ્યારે ચાંદીનો ભાવ 59,661 રૂપિયાપ્રતિ કિલોએ પહોંચી ગયો છે.

દેશના મહાનગરમાં આજના ભાવ
બિઝનેસ વેબસાઈટ ગુડરિટર્ન અનુસાર 21 સપ્ટેમ્બરના રોજ દેશની રાજધાની દિલ્હીમાં સોનાની કિંમત 49,570 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જ્યારે મુંબઈમાં 10 ગ્રામ સોનાની કિંમત 46,120 રૂપિયા પર પહોંચી ગઈ હતી. આવા સમયે ચેન્નાઈમાં 10 ગ્રામ સોનાની કિંમત 47,550 રૂપિયા અને કોલકાતામાં 48,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહી છે.

મિસ્ડ કોલ દ્વારા ગોલ્ડ રેટ જાણો
જો તમે તમારા શહેરમાં સોના-ચાંદીના ભાવ જાણવા માંગતા હો, તો તમે મિસ્ડ કોલથી જાણી શકો છો. તમે તમારા ફોન પરથી મિસ્ડ કોલ કરીને તમારા શહેરમાં 24કેરેટથી 18 કેરેટ સોનાની કિંમત જાણી શકો છો. તમારે 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે, ત્યારબાદ તમારા ફોન પરના મેસેજ દ્વારા તમને તમારા શહેરમાંસોનાની નવી કિંમત વિશે જાણ કરવામાં આવશે.

વર્ષના અંત સુધીમાં સોનું 60,000 સુધી પહોંચી જશે
બજારના નિષ્ણાતોના મતે સોનામાં રોકાણ આવનારા સમયમાં વધુ સારું વળતર આપશે. જો કે, નિષ્ણાતો સોનામાં લાંબા ગાળાના રોકાણની ભલામણ કરે છે. બજારનાજાણકારોના મતે આ વર્ષના અંત સુધીમાં સોનાની કિંમત 60,000 રૂપિયાની નજીક પહોંચી શકે છે.
ડોલરની મજબૂતીના કારણે રોકાણકારોનું આકર્ષણ સોનાથી શેરબજાર તરફ વળી ગયું છે, જેના કારણે સોનામાં વેચવાલી વધી છે અને ભાવ પર દબાણ વધ્યું છે.

સોનું ખરીદતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
સોનું ખરીદતી વખતે BIS માર્ક અવશ્ય ચેક કરો. ઉલ્લેખનીય છે કે, BIS ભારતમાં સરકાર માન્ય એજન્સી છે, જે સોનાની શુદ્ધતા નક્કી કરે છે. તે ત્રિકોણના આકારમાંછે, જે સોનાની શુદ્ધતા દર્શાવે છે.
સોનું કેરેટ : સોનું ખરીદતી વખતે સોનાના કેરેટ વિશેની માહિતી જે તે જ્વેલરી પર ચિહ્નિત થયેલ છે, તે જોવી આવશ્યક છે. તે દાગીના પર બે રીતે નોંધાય છે, એકકેરેટ અને ફાઈનેસ નંબર. જેમ કે 24, 22, 18 કેરેટ વગેરે. 22 કેરેટ સોનાનો સૌથી વધુ ઉપયોગ સોનાના દાગીનાના નિર્માણમાં થાય છે.
હોલમાર્કિંગ સેન્ટર નંબર : દાગીના પર હોલમાર્કિંગ નંબર પણ લખવામાં આવે છે, જે બીઆઈએસ દ્વારા જારી કરાયેલ નંબર છે.