Gold Rate: 55000થી સીધું 65000 રૂપિયાએ પહોંચી શકે છે સોનું
નવી દિલ્હીઃ સોના-ચાંદીની કિંમતમાં સતત તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવ હાલ સાતમા આસમાનને આંબી રહ્યા છે. સોનાની કિંમતમાં ફરી એકવાર વધારો નોંધાયો છે. સોના-ચાંદીના ભાવમાં બુધવારે ભારે વધારો નોંધાયો છે.

સોનાના ભાવ
એચડીએફસી સિક્યોરિટીજ મુજબ ગત રોજ સોનાના ભાવમાં 1365 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉછાળાથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાના ભાવ 56,181 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે આવી ગયા હતા. સિક્યોરિટીઝ મુજબ વૈશ્વિક બજારમાં ભઆરે ઉછાળાને પગલે ઘરેલૂ બજાર ભાવમાં આ તેજી નોંધાઈ છે. જ્યારે અગાઉ મંગળવારે સોનાના ઘરેલૂ હાજીર ભાવ 54816 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા હતા. ઘરેલૂ સોના બજારમાં બુધવારે ચાંદીના ભાવમાં બંપર ઉછાળો જોવા મળ્યો છે.

65 હજારથી 68 હજાર પ્રતિ 10 ગ્રામ જવાની શક્યતા
મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસિજના કમોડિટી અને ફોરેન એક્સચેન્જના પ્રમુખ કિશોર નારને કહ્યું કે સોનું અને ચાંદી આ રવ્ષે અત્યાર સુધી સૌથી વધુ રિટર્ન આપનાર સંપત્તિ છે. જેમાં આ વર્ષ ક્રમશઃ 40 ટકા અને 50 ટકાનો ફાયદો મળ્યો છે. આગલા 12-15 મહિનામાં સોનાના ભાવના 65000થી 68000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જવાની સંભાવના છે. જ્યારે ચાંદી 82 હજારથી 80 હજાર રૂપિયા પ્રતિ કિલોના સ્તર સુધી જઈ શખે છે. તેમનું કહેવું છે કે કેન્દ્રીય બેંકોની ઉદાર મૌદ્રિક નીતિ, અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરનું ટેંશન અને કોરોના વાયરસને પગલે વૈશ્વિક અર્થવ્યવસ્થાની ગતિને લઈ વ્યાપાર ચિંતા જેવા કારણે બંને મોંઘી ધાતુઓની બજાર સતત ચઢી રહી છે.
એચડીએફસી સિક્યોરિટીજના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે જણાવ્યું કે ડોલર કમજોર થવા તથા કોવિડ 19ના વધતા મામલાને લઈ આર્થિક વધારા દરને લઈ ચિંતા વધવાના કારણે સોનાની કિંમતમાં નવી ઉંચા જોવા મળી છે.

સોનામાં રોકાણ પર સારું રિટર્ન
મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્શિયલ સર્વિસિઝના હેડ કિશોર નાર્નેએ કહ્યું કે સોના અને ચાંદી આ વર્ષે અત્યાર સુધી સૌથી સારું પ્રદર્શન કરનાર એસેટ્સ રહ્યા છે. સોનામાં 40 ટકા અને ચાંદીમાં 50 ટકા જેટલું રિટર્ન મળ્યું છે અને આ ઉછાળો આગળ પણ ચાલુ રહે તેવી ઉમ્મીદ છે. કિશોર નાર્ને મુજબ કેન્દ્રીય બેંકો દ્વારા લિક્વિડીટીની અપ્રત્યાશિત રાશિને વધારવા, ટ્રેડ વોરને લઈ ચિંતાઓ, રાજનૈતિક અને ભૌગોલિક અસ્થિરતા, કોરોનાના સંક્રમણમાં વધારો અને સંક્રમણના બીજા તબક્કાના ખતરાના કારણે બંને ધાતુઓની કિંમતમાં વધારો થવાની ઉમ્મીદ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં શું કિંમત છે
જ્યારે એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે કહ્યું કે દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી સાથે 1365 રૂપિયા વધી ગઈ. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 2032 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીની કિંમત 26.40 ડોલર પ્રતિ ઔંસ પર રહી. તપન પટેલે કહ્યું કે ડોલર કમજોર પડવાના કારણે અને આર્થિક વિકાસ અને કોરોનાના વધતા મામલાને લઈ ચિંતાઓના કારણે સોનાની કિંમત નવી ઉંચાઈઓ આંબી રહી છે.