Gold Rate: રેકોર્ડ સ્તરે પહોંચી ધડામ થયું સોનું, જલદી જ 50000ને પાર પહોંચશે
નવી દિલ્હીઃ સોમવારે સોનાની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. સોનાની કિંમતમાં 7 વર્ષના રેકોર્ડ તૂટી ગયો હતો. લૉકડાઉન 4 નું એલાન થતા જ સોનાની કિંમતમાં તેજી જોવા મળી, પરંતુ આગલા જ દિવસે સોનું ધડામ થયું. મંગળવારે સોનાની કિંમતમાં ગિરાવટ જોવા મળી. મંગળવારે MCX પર સોનાની કિંમત 1000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ગગડી ગઈ અને સોનાની કિંમત 46000 રૂપિયા સુધી પહોંચી ગઈ.

સોનાની કિંમતમાં ગિરાવટ
મંગળવારે સોનાની કિંમત 46900 રૂપિયા સુધી પહોંચ્યા બાદ ગિરાવટ શરૂ થઈ ગઈ. અમેરિકા અને ચીનના તણાવની સાથોસાથ કોરોના વાયરસના કારણે ઉત્પન્ન થયેલી સ્થિતિથી રોકાણકારો સુરક્ષિત રોકાણની તલાશ કરી રહ્યા છે. સંકટના આ સમયમાં પીળું ધાતુ હંમેશાથી રોકાણકારોની પહેલી પસંદ રહ્યું છે. જેના કારણે જ સોનાની કિંમત વધી, પરંતુ છતાં પણ બજારમાં ગિરાવટ આવવા લાગી. MCX પર સોનાની કિંમત લગભગ 1000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ગગળીને 46000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ.

સોનાની કિંમત જલદી જ 50 હજારને પાર પહોંચશે
સોનાની કિંમતમાં ભલે આજે ગિરાવટ આવી હોય, પરંતુ બજાર જાણકારોનું માનીએ તો સોનું જલદી તેજી તરફ વધશે. સોનાની કિંમતમાં તેજીનો ટ્રેન્ડ ચાલુ રહેશે. સોનાની કિંમતને લઈ એક્સપર્ટ્સનું કહેવું છે કે ચીન અને અમેરિકા વચ્ચે વધતા તણાવની સાથોસાથ કોરોના સંકટના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે ગોલ્ડ તરફ આકર્ષિત થઈ રહ્યા છે. બજાર એક્સપર્ટ્સ મુજબ ગોલ્ડમાં આ તેજી આગામી દિવસોમાં યથાવત રહેશે અને સોનું જલદી જ 50 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી જશે.

સોમવારે સોનાની કિંમત
સોમવારે લૉકડાઉનની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ. સોમવારે સોનું 47984 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઈ. જ્યારે ચાંદીની કિંમતમાં 3085 રૂપિયાની તેજી આવી અને આ 48120 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ.